તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જિલ્લામાં બાંધકામ કરતા મજુરોનાં સંતાનોને મળશે હવે શિક્ષણ સહાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં બાંધકામ કરતા મજુરોનાં સંતાનોને મળશે હવે શિક્ષણ સહાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢમાંબાંધકામ સાથે સંકળાયેલા મજુરોનાં પરિવારોમાં અભ્યાસ કરતા સંતાનોને અભ્યાસ પ્રમાણે શિક્ષણ સહાય આપવામાં આવશે. જેમાં લાભાર્થીઅો સરદારબાગ ખાતેની કચેરી ખાતે ફોર્મ મેેળવી રહ્યા છે.

જૂનાગઢમાં બાંધકામનાં વ્યવસાય સાથે સંકળાયેલા બાળકો માટે પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરે તેવા હેતુ સાથે શિક્ષણ સહાયથી યોજના શરૂ કરવામાં આવી હતી. ધો.1થી 4માં અભ્યાસ કરતા રૂ. 500, ધો. 5થી 9માં રૂ. 1 હજાર, ધો. 10થી 12માં રૂ. 2 હજાર, આઇટીઆઇમાં 5 હજાર, ડીપ્લોમાં 5 હજાર, ડીગ્રી કોર્ષ રૂ. 10 હજાર, પીજી કોર્ષમાં રૂ. 15 હજાર સહાય મળશે. તબીબી ક્ષેત્રમાં મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી ડીગ્રી કોર્ષ, અેમબીએ, એમસીએ, આઇઆઇટીમાં રૂ. 25 હજાર મળે. પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફિઝીયોથેેરાપી, હોમિયોપેથી, આયુર્વેદમાં રૂ. 15 હજાર તેમજ પીએસડી, એમ.ફીલમાં રૂ. 25 હજાર સુધી સહાય મળશે. જે માટે બાંધકામ શ્રમિકો સરદાર બાગ ખાતે આવેલી નાયબ નિયામકની કચેરી ખાતે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં ફોર્મ ભરતા જોવા મળે છે.

હોસ્ટેલ સુવિધા યોજના

બાંધકામશ્રમયોગીનાં બાળકો કે જેઓ સરકારી કે સરકાર માન્ય હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે તેવા ધોરણ 5થી 9નાં બાળકોને 10 મહિના માટે રૂ. 1500ની સહાય આપવામાં આવશે. તથા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકને માસિક રૂ. 2 હજાર અપાશે.

વિશિષ્ટઅભ્યાસ માટેની સહાય

બાળકોનીકારકિર્દીનાં ઘડતરને ધ્યાને રાખી વિશિષ્ટ અભ્યાસ માટે કોચીંગ મળી રહે તે માટે આર્થિક સહાય આપવાનો યોજનાનો હેતુ છે.

શિક્ષણ મેળવી કારકિર્દીનાં ઘડતર માટેનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો