તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • રૂ1 થી 3 લાખ સુધીનાં ખર્ચને મંજુરી આપવાની સતા ના.કમિશ્નરને અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂ1 થી 3 લાખ સુધીનાં ખર્ચને મંજુરી આપવાની સતા ના.કમિશ્નરને અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાનગર પાલિકાની વહીવટી કામગીરીમાં ધરખમ ફેરાફર

જૂનાગઢમહાનગર પાલિકામાં રોજબરોજની વહીવટી સંચાલને સુચારૂ કરવાી તેમજ વહીવટી કામગીરીને પહોંચી વળવા માટે મ્યુ.કમિશ્નરે કામકાજમાં સતાઓ અને ફરજોમાં ધરખમ બદલાવ કર્યો છે.

બદલાવમાં મદદનીશ કમિશ્નરને કર્મચારીઓને ચુકવવા પાત્ર પી.એફ. ગ્રેચ્યુટી, લોકલ ફંડ દ્વારા માન્ય થયા મુજબ ચુકવણા કરવાની સતા, કર્મચારીઓની સર્વિસ બુક નિભાવવા અને પગાર બીલમાં ડી.ઓ. તરીકેની સહી કરવાની સતા, મનપાની જગ્યાઓ ખાલી કરાવવા અને કબ્જો મેળવવા તેમજ રૂ.20 હજારથી 1 લાખ સુધીનાં ખર્ચની વહીવટી મંજુરી આપવાની અને રૂ.20 હજારથી વધુ રકમનાં વર્તમાન પત્રોમાં આપેલ જાહેર ખબરનાં બીલોને ખર્ચની મંજુરી આપવાની સતા અપાઇ છે. જયારે નાયબ કમિશ્નરને વર્ગ 3 નાં કર્મચારીઓની ઇ.એલ, જી.પી.ફંડ લોન જેવી સતાઓ ફિકસ તથા રોજમદારોની નોકરીની મુદતમાં વધારો અને રૂ.1 લાખથી રૂ.3 લાખ સુધીનાં ખર્ચની વહીવટી મંજુરી આપવાની સતા આપવામાં આવી છે.

જયારે અનધિકૃત બાંધકામો નિયમબધ્ધ કરવા, અરજદારોની અરજી ચકાસણી કરવી જેવી સતાઓ અપાઇ છે.

કાર્યપાલક ઇજનેર (બાંધકામ)ને બાંધકામ પરવાનગી મંજુરીની ચકાસણી કરવી વર્ક ઓર્ડર મુજબની કામગીરી પુર્ણ કરવી, કોન્ટ્રાકટરો દ્વારા ભરવામાં આવેલી ઇ.એમ.ડી. અને એસ.ડી. ની રકમ નિયમાનુસાર પરત કરવાની સતા અપાઇ છે. લગત શાખા પગાર સિવાયનાંા તમામ બિલોમાં ડી.ઓ તરીકે સહિ કરવાની સતા તેમજ રૂ.20,000 સુધીનાં ખર્ચની વહિવટી મંજુરી આપવાની સતા લગત શાખા અધિકારીને આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો