તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જય હો જૂનાગઢ અંતર્ગત આજે સ્કીટ સ્પર્ધાનું અનેરૂં આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય હો જૂનાગઢ અંતર્ગત આજે સ્કીટ સ્પર્ધાનું અનેરૂં આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
7 થી 10 મિનીટની લઘુનાટિકા રજૂ કરી શકાશે

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આવતીકાલ તા. 13 સપ્ટેમ્બરનાં રોજ સ્કીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં બિલખા રોડ પર ડીઆઇજી ઓફિસની પાછળ આવેલા તક્ષશિલા વિદ્યાલય ખાતે બપોરે 2 થી 4 દરમ્યાન સ્પર્ધા યોજાશે.

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવમાં ભાસ્કર અભિવ્યક્તિ શ્રેણીની સ્કીટ સ્પર્ધાનું આવતીકાલે આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે બપોરે 1:30 વાગ્યે સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. સ્કીટ એટલે કે લઘુનાટિકાની સમય મર્યાદા 7 થી 10 મિનીટની રહેશે. જેમાં એક ટીમમાં 3 થી 9 સ્પર્ધકો હોવા જોઇએ. સમાજને કોઇ સંદેશો આપતો હોય એવા વિષય પર નાટ્યાત્મક રજૂઆત કરવાની રહેશે. સ્પર્ધામાં નોંધણી અને વધુ માહિતી માટે મો. 9574969585 અથવા 9099251003 પર સંપર્ક સાધી શકાશે. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવની 39 મી ઇવેન્ટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો