તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ જિલ્લાભરમાં કાલે 2.84 લાખ બાળકોને કૃમિનાશક ટેબ્લેટ પીવડાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લાભરમાં કાલે 2.84 લાખ બાળકોને કૃમિનાશક ટેબ્લેટ પીવડાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાની દરેક સ્કુલ, આંગણવાડીમાં દવા પુરી પાડવામાં આવી

જૂનાગઢજિલ્લાની આંગણવાડી કે સ્કુલોમાં 19 વર્ષ સુધીનાં વયસ્કોને તા. 14 સપ્ટેમ્બરનાં રોજ કૃમિનાશક ગોળી- અલ્બેર્ડાઝોલ આપવામાં આવશે. ગોળી બાળકોનાં આરોગ્ય માટે મહત્વની છે.

જૂનાગઢ જિલ્લાનાં 19 વર્ષ સુધીની વય ધરાવતા 2,84,608 બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવશે. તા. 14નાં રોજ આંગણવાડી કે સ્કુલનાં કેન્દ્ર ખાતે રૂબરૂ ગોળી પીવડાવાશે. જે માટે આરોગ્ય વિભાગે અલ્બેર્ડાઝોલ ગોળીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી છે. કૃમિનાં સંક્રમણથી માનવજીવન પર અસર પડે છે. કૃમિ ખોરાક માટે માનવપેશી ઉપર આધાર રાખે છે અને પાંડુરોગ થાય છે. પોષણની ઉણપથી વૃદ્ધિ અને શારીરિક વિકાસ અટકી પડે છે. આંતરડામાં વિટામીન એનું શોષણ થાય છે. બાળકોમાં રહેલ કૃમિનો નાશ થાય તેમજ અેનેમીયાનું પ્રમાણ ઘટાડી શકાય. જે માટે તાલુકા કક્ષાનાં એજ્યુકેશન ઓફીસર, હેલ્થ ઓફીસર તથા આરોગ્ય અધિકારીનાં સેમિનારમાં માહિતગાર કર્યા હતા. કૃમિનાશક ગોળી માટેનું આયોજન અધિકારી ડો. સાપરીયા, ડો. ભાયા, ડો. વ્યાસ વગેરે અધિકારીનાં માર્ગદર્શનમાં યોજાશે. તેમ અપારનાથી ત્રિગુણાબેન જણાવ્યું હતું.

- સ્કુલમાં હાજરીમાં સુધારો

- કાર્યક્ષમતા અને જીવનશૈલીમાં સુધારો

કૃમિનાશક ગોળીનાં ફાયદા

- લોહીની ઉણપ અટકે છે

- પોષણસ્તર સુધરે છે

અેકથી પાંચ વર્ષ સુધીનાં બાળકો નોંધાયેલા હોય અને શાળાએ જતાં હોય તેમને આંગણવાડી કાર્યકર દ્વારા દવા આપવામાં આવશે. ખાસ તો બિમાર બાળકો કે દવા ચાલતી હોય તેમને સાજાં થયા બાદ ગોળી અપાશે.

નોંધાયેલા બાળકોને પણ દવા અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો