તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સરકારની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સિનીયર સીટીઝનને અલગથી લાભ અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં સિનીયર સીટીઝનને અલગથી લાભ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાભરમાં 68 હજાર કુટુંબોને કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા

જૂનાગઢજિલ્લામાં સરકારી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત 68, 901 પરિવારોએ કાર્ડ મેળવ્યા હોવાથી સારવારમાં રાહત મળશે. યોજનામાં સિનીયર સિટીઝનને અલગથી રાહત આપવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં સરકારી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના લાગુ વર્ષ 2013થી લાગુ થઇ હતી. જેમાં ગરીબી રેખા હેઠળના કુટુંબનાં કુલ પાંચ સભ્યોને વર્ષ દરમિયાન રૂ. 30 હજાર સુધીની મર્યાદામાં પ્રાઇવેટ કે સરકારી સંસ્થામાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. જેના માટે કુટુંબ દીઠ વીમા કંપની દ્વારા કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જેમાં જિલ્લામાં કુલ 55,260 કુટુંબોએ કાર્ડ ઇશ્યુ કર્યા હતા.

ચાલુ વર્ષે 13,431 નવા કાર્ડ ઇશ્યુ કરતા 68,901 પરિવારો યોજનાનો લાભ લઇ શકશે. અા યોજનામાં નવો મુદ્દો આવ્યો હતો કે, સિનીયર સીટીઝનને અલગથી રૂ. 30 હજાર સુધીની સારવાનો ખર્ચ મળવાપાત્ર થશે. પરિવારનાં સભ્યોમાંથી રકમ કાપવામાં આવશે નહીં. યોજના વિશે જિલ્લામાંથી ફોર્મ સ્વીકારવામાં આવશે. તેમ આરોગ્ય અધિકારી સંજય કુમારે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં પરિવારનાં પાંચ સભ્યોને મળવાપાત્ર છે. જ્યારે પરિવારમાં 60 વર્ષથી વધુની વય થઇ હોય તેવા પ્રતિ સીનીયર સીટીઝને 30 હજારની સહાય મળશે.

પરિવારમાં જેટલા સીનીયર તેને સહાય

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના કેન્દ્ર સરકારની નજર હેઠળ ચલાવાતી હોવાથી મધ્યપ્રદેશમાં યોજના બંધ કરવામાં આવી હતી. તેમજ કાર્ડ ઇશ્યુ કરવાનું બંધ કરી દીધું હતું.

મધ્યપ્રદેેશમાં યોજના બંધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો