તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ્વે સ્ટેશનમાં આવતી વખતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટિકીટ લેવા જતા મુસાફરો પણ નાહકનાં દંડાય છે

જોષીપરા ફાટક પાસેથી પ્રવેશ કરતા યાત્રીઓ માટે ટિકીટબારી મૂકવા માંગ

જૂનાગઢરેલ્વેમાં મુસાફરી કરવા માટે કેટલાક મુસાફરો મુખ્ય પ્રવેશ દ્વારનાં બદલે જોષીપરા ફાટકથી સીધ્ધા ટ્રેક પર ચાલી ટીકીટ બારીએ જતા હોય અહીં અવાર-નવાર ચેકીંગ અધિકારીઓ દ્વારા દંડાય ત્યારે જોષીપરા ફાટકથી નંબર-2નાં પ્લેટફોર્મનાં કોર્નરમાં ગમે ત્યાં ટીકીટબારી મુકવામાં આવે તો સરળતાથી મુસાફરો ટીકીટ ખરીદી શકે છે. રેલ્વેમાં મુસાફરી કરવા અને રેલ્વે સ્ટેશને પહોંચવા માટે વૈભવ ફાટકથી, એસ.ટીથી, ઝાંઝરડા રોડ, ગીરીરાજ સોસાયટી અને ઓજી વિસ્તારનાં યાત્રિકો જોષીપરા ફાટકથી રેલ્વે ટ્રેક પર ચાલતા જાય છે અને ટીકીટ બારી સુધી પહોંચે છે. પરંતુ દરમ્યાન રેલ્વે ટ્રેક પર અધિકારીઓ દ્વારા ચેકીંગ ચાલતુ હોવાથી ટીકીટ લેવા જતા મુસાફરોને પણ દંડવામાં આવે છે અને મુસાફરોને નાહકનો દંડ ભરવો પડે છે. પરિસ્થિતી નિવારવા માટે રેલ્વે સ્ટેશનનાં 2 નંબર પ્લેટ ફોર્મ પાસે પણ રેલ્વે તંત્ર દ્વારા જો ટીકીટબારી શરૂ કરવામા઼ આવે તો મુખ્યદ્વાર સીવાય અન્યત્રથી આવતા મુસાફરોને ટિકીટ મેળવવા સરળતા રહે. બાબતની રજુઆત જૂનાગઢનાં સાંસદ અને ધારાસભયને અશોક કુરાણી દ્વારા કરવામાં આવી હતી તેમજ તંત્ર વહેલાસર પગલા લે તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો