તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જિલ્લા કોંગ્રેસની લઘુમતી સેલની કારોબારીની બેઠક મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા કોંગ્રેસની લઘુમતી સેલની કારોબારીની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત કારોબારી સફળ રહી

જૂનાગઢજિલ્લા કોંગ્રેસ સમિતિમાં છેલ્લા 30 વર્ષમાં કદાચ પ્રથમ કારોબારી સફળ રહી છે. કારોબારીની બેઠકમાં 100 થી 125 જેટલા મુસ્લીમ, જૈન, ખ્રિસ્તી, બૌધ્ધ, શીખ સમાજનાં લોકો હાજર રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી લઘુમતી સેલમાં લોકોને એવુ હતુ કે, લઘુમતીમાં માત્ર મુસ્લીમો છે પરંતુ તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ પદે વલીમહંમદ હાસમભાઇ દલની નિમણુંક કરી ત્યારે તેમની પ્રથમ કારોબારી બેઠકમાં તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીનાં મહામંત્રી વી.ટી.સીડા તથા ફૈજાન હુસૈની તથા પ્રતાપભાઇ ભરાડ અને જૈન સમાજનાં અગ્રણી અનુપભાઇ ભાસ્કરભાઇ પનીકર, શીખ સમાજનાં અગ્રણી રવિન્દ્રસિંહ હુકમસિંહ લબાના, બૌધ્ધ સમાજનાં રમેશભાઇ ધમ્મેક તથા મુસ્લીમ સમાજનાં કતકપરાનાં સરપંચ હાસમભાઇ મોતીભાઇ સહીતનાં ઉપસ્થીત રહ્યા હતા ત્યારે જિલ્લા લઘુમતી સેલનાં પ્રમુખ વલીમહંમદભાઇ દલે સમાજનાં આગેવાનોને આહવાન કરેલ છે કે છેલ્લા 30-30 વર્ષથી લઘુમતી સમાજ ઉપર રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ પ્રશ્ને કરાઇ રહેલા અન્યાયી સામે સંગઠનને મજબુત કરવું જરૂરી છે. શિક્ષણથી વંચીત સમાજનાં બાળકોને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ મળે તે માટે તેમજ જાહેર જીવનમાં પરીવારનો સદસ્ય પોતાનો કારોબાર કરતા-કરતા એક વ્યકિત રહે તે પણ સમાજ માટે અતિ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો