• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની વિવેકાનંદ હાઇસ્કુલમાં યોગાસનથી શાળા પ્રવેશોત્સવ

જૂનાગઢની વિવેકાનંદ હાઇસ્કુલમાં યોગાસનથી શાળા પ્રવેશોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીવિવેકાનંદ વિનય મંદિર હાઇસ્કુલમાં છાત્રો દ્વારા યોગાશન કરી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં છાત્રોએ સમુહ જ્ઞાન રજુ કર્યુ હતું. તેમજ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. ધોરણ-9માં 61 છાત્રોને પ્રવેશ આપી શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ હતી.રાજયભરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણીનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે જૂનાગઢની શાળામાં પણ ઉજવણી કરાઇ હતી. વિવેકાનંદ વિનય મંદિર હાઇસ્કુલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ યોગાસન કરી પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી. ધોરણ 9 ના 61 છાત્રોને શાળામાં પ્રવેશ અપાયો હતો અને તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. નિમીતે શાળાના છાત્રોએ સમુહ જ્ઞાન રજુ કર્યો હતા. તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. તકે એ.ઇ.આઇ. વિભાગના કે.ડી.કણસાગરા, આઇ.ઇ.ડી. યુનિટ એસ.એસ.એ.ના અલ્પેશભાઇ વાળા સહિત વાલીઓ પણ ઉપસ્થિત રહયા હતાં. સંચાલન ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થી સાગર હિરાભાઇએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...