• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરની સરકારી પ્રા. શાળાએ 30 છાત્રોને અંગ્રેજી ભાષા વાંચતા કર્યા

જૂનાગઢ શહેરની સરકારી પ્રા. શાળાએ 30 છાત્રોને અંગ્રેજી ભાષા વાંચતા કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંગોધાવાવ પાટી વિસ્તારમાં આવેલી કન્યાશાળા નંબર-4માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. સરકારી શાળાની ગુણવત્તા સુધરી રહી હોય તેમ પ્રાથમિક વર્ગોમાં ભણતા 30 છાત્રો અંગ્રેજી વાંચતા થયા હતા.

જૂનાગઢની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 25 બાળકોને વેલકમ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આંગણવાડીના બાળકોને ફ્રુટ બાસ્કેટ, રમકડાની કીટ તેમજ મીઠાઇ આપી તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ધોરણ 3થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનારને પુસ્તક ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એનએમએમએસ પરીક્ષામાં મેરીટમાં આવેલી વિદ્યાર્થીની માયા નારણભાઇ ઉમેઠને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નાથાભાઇ અરજણભાઇ વાધેલા, અશોક વાઝાનુ સન્માન કર્યુ હતું. શાળામાં 30 જેટલા છાત્રો અંગ્રેજી વાંચતા થયા છે. પ્રસંગે આઇએફએસ ડો.રામ રતન નાલા, વિનોદભાઇ બેચરા, કોર્પોરેટર મોહનભાઇ, મનોજભાઇ, શિક્ષક નિશાબેન ગૌસ્વામી, આચાર્ય તરૂણ કાટબામણા, વાલીઓ, વિદ્યાર્થી અને શાળાનો સ્ટાફ સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષમાં 275થી વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓઅે પ્રવેશ મેળવ્યો છે.}મેહુલ ચોટલીયા

ચાર વર્ષમાં 275 ખાનગી શાળાનાં વિદ્યાર્થીનો સરકારીમાં પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...