જિલ્લામાં રેગીંગનાં દુષણને સમાપ્ત કરવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એન્ટી રેગીંગ સ્ક્વોડની રચના થશે

જૂનાગઢસહિત રાજ્યની તમામ યુનિ. કોલેજોમાં રેગીંગનું દુષણ વ્યાપી છે. રેગીંગએ ફોજદારી ગુનો બને છે. એવું અગાઉ સુપ્રિમ કોર્ટે પણ ઠેરવ્યું છે. છતાં પણ હજુ ક્યાંક ને ક્યાંક રેગીંગ ચાલુ હોય છે જે સંપૂર્ણ બંધ તંત્ર પણ નથી કરાવી શક્યું ત્યારે હવે રેગીંગનાં દુષણને નાથવા તંત્ર દ્વારા એન્ટ રેગીંગ સ્ક્વોડની રચના કરાશે.

જૂનાગઢ જિલ્લા કૃષિ. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન વિવિધ કોલેજો ઉપરાંત જિલ્લા બહારની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રેગીંગ પ્રવૃતિઓનાં નિવારણ સંદર્ભે એન્ટી રેગીંગ સ્ક્વોડની રચના કરવા કોલેજ અને યુનિવર્સીટી કક્ષાએ 100 ટકા કામગીરી સાથે નિયમિત બેઠકો મળે, મોનીટરીંગ સેલ ઉભુ કરવા સહિતનાં મુદાઓની બાબતે રેગીંગની પ્રવૃતિને અટકાવવા કાર્યવાહી કરવામાં આવનાર છે. એન્ટી રેગીંગ દુષણ દિવસે ને દિવસે વધતુ રહ્યું હોય બાબતે નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...