તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરનાં મંગલધામ 1 વિસ્તારમાં વોંકળાની જર્જરીત દિવાલ થઇ ધરાશયી

જૂનાગઢ શહેરનાં મંગલધામ-1 વિસ્તારમાં વોંકળાની જર્જરીત દિવાલ થઇ ધરાશયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાં પહેલાં દિવાલ રિપેર નહીં થાય તો પાણી નિકાલની સમસ્યા સર્જાશે

જૂનાગઢનામંગલધામ - 1 માં આવેલ વોકળાની દિવાલ તૂટી પડતા ચોમાસામાં પાણી નિકાલની સમસ્યા સર્જાવાની સંભાવના વ્યકત થઇ રહી છે. મામલે સ્થાનીક લોકોએ તાત્કાલીક દિવાલ રિપેર કરી આપવા માંગણી કરી છે.

શહેરના મંગલધામ - 1 વિસ્તારમાં એક ખાનગી શાળા પાસેના વોકળાની દિવાલ ધરાશાયી થઇ ગઇ છે. જૂનાગઢ શહેરના મોટાભાગના વરસાદી પાણીનો નિકાલ વોકળા દ્વારા થાય છે. આગામી દિવસોમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થનાર છે. ત્યારે જો વોકળાની દિવાલને રિપેર કરવામાં નહિ આવેતો વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની અને તેના કારણે આજુબાજુની અનેક સોસાયટીમાં પાણી ફરી વળવાની દહેશત વ્યકત થઇ રહી છે. આવી સમસ્યા સર્જાય તે પહેલા દિવાલ રિપેર કરી આપવા સ્થાનીક લોકોએ માંગણી કરી છે.

ધરાશાયી થયેલી દિવાલના કારણે ચોમાસામાં કોઇ મુશ્કેલી સર્જાય તે માટે તુરત કામગીરી કરવા કોર્પોરેશનમાં જાણ કરી છે. વોકળાની દિવાલ ઉપરાંત વોકળા પરના પૂલની બન્ને સાઇડની દિવાલો પણ મજબુત બનાવવા માંગણી કરી છે જેથી ખાસ કરીને નાના બાળકો વોકળામાં પડી જાય અને દૂર્ઘટના સર્જાય. તસ્વીર- મેહુલ ચોટલીયા

કોર્પોરેશનને જાણ કરી છે : કોર્પોરેટર

અન્ય સમાચારો પણ છે...