તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

20 દિવસમાં જૂનાગઢના 30 પૈકી 22 વોંકળાની સફાઇ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પેારેશનની પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણતાના આરે

બાકીના 8 વોકળાની સફાઇ કામગીરી 5 દિવસમાં પૂરી કરાશે

જૂનાગઢકોર્પોરેશન તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 20 દિવસમાં શહેરના 30 પૈકી 22 વોકળાની સફાઇ કરવામાં આવી છે. જ્યારે બાકીના 8 વોકળાની સફાઇની કામગીરી પણ 5 દિવસમાં પૂરી કરવામાં આવશે તેમ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે.

જૂનાગઢ શહેરમાં ચોમાસા દરમિયાન માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકારમાં ફેરવાઇ જાય છે. શહેરના ગટર અને વોકળાની યોગ્ય રીતે સફાઇ કરવામાં આવતી નહોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતાં સ્થિતી સર્જાતી હતી. પરંતુ વર્ષે આવી સ્થિતીનું નિર્માણ થાય તે માટે કોર્પોરેશન તંત્ર સજ્જ બન્યું છે. કમિશ્નર વી.જે.રાજપૂતની સૂચના અને નાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશન તંત્ર દ્વારા વોકળા સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે. 20 દિવસથી ચાલી રહેલી કામગીરી દરમિયાન શહેરના 30 પૈકી 22 વોકળાની સફાઇ કરવામાં આવી છે. જ્યારે બાકીના 8 વોકળાની આગામી 5 દિવસમાં સફાઇની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...