તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એલઇડી લાઇટ બંધ થઇ જતાં વોર્ડ નં. 12 માં 5 દિવસથી અંધારપટ્ટ છવાયો

એલઇડી લાઇટ બંધ થઇ જતાં વોર્ડ નં. 12 માં 5 દિવસથી અંધારપટ્ટ છવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં મેયરના વોર્ડમાં વધુ એક અસુવિધાની ફરિયાદ

ફરિયાદ કરતાં એલઇડી ફિટ કરનારે ફોલ્ટ રીપેરની કોર્પોરેશનને ખો આપી

જૂનાગઢશહેરના પ્રથમ નાગરિક ગણાતાં મેયરના વોર્ડમાં વધુ એક અસુવિધાની ફરિયાદ ઉઠવા પામી છે. વિસ્તારના કોર્પોરેટરે સ્ટ્રીટ લાઇટ શાખાના અધિકારીને પત્ર પાઠવી વિસ્તારમાં છવાયેલા અંધારપટને દૂર કરવા માંગણી કરી છે.

શહેરના વોર્ડ નં.12માં આવેલ બાલુભાઇ નળવાણી શેરી તથા મજમુદારનો ડેલો વિસ્તારમાં એલઇડી લાઇટ બંધ થઇ ગઇ છે. જેના કારણે છેલ્લા 5 દિવસથી વિસ્તારમાં અંધારપટ છવાયો છે. વિસ્તાર ખુદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર આદ્યશક્તિબેન મજમુદારનો વોર્ડ છે. મેયરનો વોર્ડ હેાવા છતાં 5 દિવસ સુધી અંધારપટ છવાયેલો રહે તો શહેરના અન્ય વોર્ડમાં શું સ્થિતિ રહેતી હશે અંગે વિસ્તારના કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણીએ લાઇટ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એલઇડી લાઇટ ફિટ કરનાર કર્મચારીએ વાયરનો ફોલ્ટ છે, ફોલ્ટ રીપેર કરવાની જવાબદારી કોર્પોરેશનની છે તેમ કહી ફોલ્ટ રીપેર કરવાની ખો લાઇટ શાખાને આપીને જતાં રહ્યાં હતાં.આગામી દિવસોમાં ચોમાસાની સિઝન આવી રહી છે તે દરમિયાન આવાં બનાવ બને તો શું સ્થિતિ સર્જાય તેને ધ્યાને રાખી કોર્પોરેશન તંત્રએ લાઇટ શાખાના કર્મચારીઓને વાયરીંગ કામગીરી માટે સાથે રાખવા અથવા અેલઇડીના કોન્ટ્રાક્ટરને ફોલ્ટ રીપેર કરવાની તાકીદ કરવા માંગણી કરી છે. ખુદ મેયરનાં વોર્ડમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહી નથી. શહેરનાં અન્ય વોર્ડમાં પ્રાથમિક સુવિધા અંગે શું આશા રાખવી એવી ચર્ચાઓ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...