તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આંબેડકર પ્રા.શાળાનો સમાવેશ, દરેક તાલુકા મથકે એક શાળા

આંબેડકર પ્રા.શાળાનો સમાવેશ, દરેક તાલુકા મથકે એક શાળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીશાળાઓમાં અંગ્રેજીનો અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ અંગ્રેજી માધ્યમ નથી. ત્યારે સામાન્ય પરિવારનાં બાળકો પણ મફતમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટે પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી જૂનાગઢ જિલ્લાનાં દરેક તાલુકા મથક ઉપર એક પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં નવ પ્રાથમિક શાળામાં હાલ અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું છે.જૂનાગઢ તાલુકામાં બિલાખ રોડ ઉપર આવેલી આંબેડકર પ્રાથમિક શાળાનો સમાવશે કરવામાં આવ્યો છે. અંગે જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલે જણાવ્યું હતું કે, ધોરણ 1 માં અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું છે. બાદ ક્રમશ: ધોરણમાં શરૂ કરવામાં આવશે. દરેક વાલીએ ધોરણ 1માં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. સામાન્ય પરિવારનાં બાળકોને હવે અંગ્રેજી ભણવા મળશે.

કઇ કઇ શાળામાં અંગ્રેજી માધ્યમ

અન્ય સમાચારો પણ છે...