તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 70 વિક્રેતાઓને કાયદાકીય નોટીસ ફટકારી : વેપારીઓમાં ફફડાટ

70 વિક્રેતાઓને કાયદાકીય નોટીસ ફટકારી : વેપારીઓમાં ફફડાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનીસીઝન શરૂ થઇ છે. જૂનાગઢ જિલ્લામાં નકલી બિયારણ, ખાતર અને દવા વેંચાતા હોવાની ફરીયાદો ઉઠી હતી. જેના પગલે રાજકોટ સંયુક્ત ખેતી નિયામક(વી.), જૂનાગઢ મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), જૂનાગઢ ખેતીવાડી અધિકારીની સ્કોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં દરેક તાલુકામાં દરોડા પાડવામાં આવ્યાં હતાં.રાજકોટ સંયુકત ખેતી નિયામક પી. ડી. રાઠોડ, જૂનાગઢ મદદ.ખેતી નિયામક પી.એસ.ટાંક, ખેતી અધિકારી જે. ડી. ગોંડલિયાનાં માર્ગદર્શનમાં ચાર દિવસ સુધી ગુણવત્તા નિયંત્રણ સ્કોર્ડે ચેકીંગ કર્યુ હતું. જૂનાગઢ જિલ્લામાં 70 જેટલા રાસાયણિક ખાતર, દવા, બિયારણનાં વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રૂપિયા 45 લાખનો અંદાજીત 280.45 ટન રાસાયણિક ખાતર, બિયારણ, દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ 70 વિક્રેતાઓને કાયદાકીય નોટીસ ફટકારવામાં આવી છે.

હલકી કક્ષાનાં વેંચાણ સામે તંત્રને જાણ કરો

મદદ.ખેતીનિયામક પી.એસ.ટાંકે જણાવ્યું હતું કે,કોઇ પણ જગ્યાએ અનઅધિકૃત, હલકી કક્ષાનાં ખાતર, બિયારણ કે જંતુનાશક દવા વેંચાતા હોય તો નાયત ખેતી નિયામક(વી.)નો તાત્કાલીક સંપર્ક કરવો અથવા 0285- 2630041 નંબર ઉપર જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...