જૂનાગઢનાં રાયજીબાગમાં મહિલાઓની લડત રંગ લાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામ શા માટે તોડી પાડવુ તેને લઇ 3 એપ્રિલે સુનાવણી

કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બનાવનાર બિલ્ડરને શરત ભંગની નોટીસ

જૂનાગઢનાંરાયજીબાગમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શીયલ બાંધકામ થતું હતું. બાંધકામને લઇ વિસ્તારની મહિલાઓએ લડત ચલાવી છે. આંદોલનનાં પગલે મનપા તંત્રએ કામ અટકાવી દીધું હતું.ત્યારે હવે કલેકટરે બિલ્ડરને શરત ભંગની નોટીસ ફટકારી છે. બાંધકામ શા માટે તોડી પાડવું તેને લઇ તા.3 એપ્રિલનાં સુનાવણી કરવામાં આવશે.

અંગે એડવોકેટ કિરીટ સંઘવીએ જણાવ્યું હતું કે,રાયજીનગરમાં કામધેનુ કોમર્શીયલ કોમ્પલેક્ષનાં બાંધકામ સબંધે મહિલાઓએ કલેકટરને રૂબરૂ રજુઆત કરતા કલેકટરે બિલ્ડરને શરત ભંગની નોટીસ ફટકારી છે. રહેણાંકનાં હેતુસર બીનખેતી થયેલી જમીનમાં નિયત સમય મર્યાદાનું બાંધકામ થયું નથી. અને રહેણાંક સિવાય કોમર્શીયલ બાંધકામ શરૂ કર્યુ છે.

તેની બીનખેતી થયેલી જમીનમાં રહેણાંક સિવાયનો ઉપયોગ કરવાનો કાયદામાં પ્રતીબંધ હોય કલેકટરે આપેલી કારણદર્શક નોટીસમાં મામલતદાર અને નાયબ કલેકટરની દરખાસ્તને ધ્યાને લઇને બિલ્ડરની બીનખેતી હુકમ રદ શા માટે કરવો અને રહેણાંકનાં હેતુ માટે બીનખેતી થયેલી જમીનમાં કોમર્શીયલ બાંધકામ શા માટે તોડી પાડવું તે માટે કારણ દર્શક કારણ બતાવવા માટે તા. 3 એપ્રિલનાં સાંજનાં 4 વાગ્યે બિલ્ડરને હાજર રહેવા અને ખુલાસો કરવા આદેશ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, શહેરમાં અનેક સ્થળે ગેરકાયદેસર રીતે એપાર્ટમેન્ટ અને કોમર્શીયલ કોમ્પલેક્ષ મનપા તંત્રનીજ મિઠી નજર હેઠળ ઉભા થઇ જાય છે. મનપાની મૂક સંમતિ સિવાય અે શક્ય નથી. પરંતુ નિંભર અધિકારીઓ તેના તરફ દુર્લક્ષ સેવે છે. અને પોતાનાં ગજવાં ભરી મનફાવે એવું બાંધકામ કરવા દે છે. અનેક સ્થળે રહેવાસીઓના વિરોધની પણ દરકાર રાખ્યા વિના અાવા બાંધકામો થઇ જાય છે.

આંદોલનની અસર,સોસાયટીનું સુકાન મહિલાનાં હાથમાં

અન્ય સમાચારો પણ છે...