અંદાજીત 45 કરોડનો ખર્ચ, 2.5 વર્ષના સમયગાળામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાં નરસિંહ તળાવનું બ્યુટીફિકેશન જૂનાગઢની જનતાની કલ્પના બહારનું હશે

અનેક સુવિધાનો કરાશે વધારો,જૂનાગઢને મળશે અેક નવું નજરાણું

જૂનાગઢશહેરની મધ્યમાં આવેલું હરવા ફરવાનું સ્થળ નરસિંહ તળાવ નવા કલેવર ધારણ કરવા જઇ રહ્યું છે.

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનને લઇને આજે 2 વાગ્યે ટાઉન હોલ ખાતે પ્રેઝેન્ટેશન થવાનું છે. અમદાવાદની પાર્ટી પ્રેઝેન્ટેશન રજૂ કરશે. અંગે મનપાના કમિશ્નર વી.જે.રાજપુતે જણાવ્યું હતું કે એવું બ્યુટીફિકેશન થશે જે શહેરીજનોની કલ્પના બહારનું હશે.

તળાવ એક નવલું નજરાણું બની રહે તેવી કામગીરી કરવામાં આવશે.આ માટે રાજય સરકાર પૂરતી ગ્રાન્ટ ફાળવશે. હાલ 10 કરોડ ફાળવ્યા છે. કુલ 45 કરોડના ખર્ચનો અંદાજ છે અને 2.5 વર્ષમાં કામગીરી પુરી કરવામાં આવશે.

જૂનાગઢનો ઇતિહાસ રજૂ કરતો શો,2500 જેટલા લોકો મિટીંગ કરી શકે તેવો હોલ,તળાવમાં બારેમાસ પાણીનું લેવલ જળવાઇ રહે તેવું આયોજન છે.જયારે પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે તળાવ ફરતે 15 મીટરનો વોક વે બનશે,ચિલ્ડ્રન પાર્ક,સિનીયર સીટીઝન પાર્ક,એમ્ફી થીયેટર,યોગ પાર્ક,ફૂડ ઝોન, સ્કાય ટ્રેન સહિતની સુવિધા ઉભી કરવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...