• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ચૈત્રી નવરાત્રિએ ગરબે ઘૂમવાનો મનોરથ જૂનાગઢ શહેરની બાળાઓ કરે છે પૂર્ણ

ચૈત્રી નવરાત્રિએ ગરબે ઘૂમવાનો મનોરથ જૂનાગઢ શહેરની બાળાઓ કરે છે પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ દ્વારા આયોજન થાય છે, બાળાઓને ઇનામ પણ અપાય છે

ગુજરાતીનીમુખ્ય ઓળખ ગરબા અને રાસથી થાય છે. જૂનાગઢમાં આસો માસની નવરાત્રિએ 250થી વધારે સ્થળોએ ગરબી રમાય છે. બાળાઓ ગરબે રમવા માટે આસો માસની રાહ જોવે છે. શહેરનાં ઝાંઝરડા રોડ ખાતે અંબે માતાનાં મંદિર ખાતે ચૈત્ર અને આસો એમ બંને નવરાત્રિનાં ગરબા રમાય છે. અહીં આયોજકો છેલ્લા 8 વર્ષથી ગરબીનું આયોજન કરે છે. જેમાં નાની બાળાઓ ગરબામાં ભાગ લેતી હોય છે. મુખ્ય ગરબાનો પોશાક પહેરી ગરબે ઘૂમવાનો મનોરથ પૂર્ણ કરે છે. વિજેતા બાળાને લાણી અને ઇનામ પણ આપવામાં આવે છે. ગરબીનું સંચાલન મહિલાઓ દ્વારા થાય છે. જય અંબે મંદિરનાં પૂજારી અરવિંદભાઇ મહેતા, કેતનભાઇ, કલ્પેશભાઇ, મહેશભાઇ, હિતેશભાઇ સહિતનાં લોકો સેવા કરે છે.

અન્ય સમાચારો પણ છે...