• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 11 થી 1.30 વાગ્યા સુધી લાઇટ ગૂલ, જનરેટર શરૂ ન થતાં પ્રજાના કોઇ કામ ન થયા

11 થી 1.30 વાગ્યા સુધી લાઇટ ગૂલ, જનરેટર શરૂ ન થતાં પ્રજાના કોઇ કામ ન થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના સરદાર બાગ પાસે નવી બનેલી તાલુકા સેવા સદનમાં અસુવિધાઅોની ભરમાળ જોવા મળી રહી છે. લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલી આ કચેરીમાં બુધવારે સવારના 11 વાગ્યે લાઇટ જતી રહેતા તમામ કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. આ કચેરીમાં જનરેટર પણ વસાવવામાં આવ્યું છે પરંતુ કોઇ કારણોસર જનરેટર શરૂ ન થતા ફરી 1.30 વાગ્યે લાઇટ ન આવી ત્યાં સુધી કોઇ જ કામગીરી થઇ શકી ન હતી. અહિંયા આવકના દાખલા,ઓબીસી નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ,સિનીયર સિટીઝન પ્રમાણપત્ર, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત હોવાનું પ્રમાણપત્ર, અનુ. જાતિ-જન જાતિનું પ્રમાણપત્ર,રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર, ડોમીસાઇલ પ્રમાણપત્ર તેમજ સોગંદનામા, મિલ્કત રજીસ્ટ્રેશન સહિતની અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.જોકે લાઇટ જતી રહેતા અને જનરેટર ચાલુ ન થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ કચેરીમાં અસુવિધાની ભરમાળ જોવા મળી રહી છે.પીવાનું પાણી પણ આવતું નથી. અરજદારો માટે બેસવાની કોઇ વ્યવસ્થા નથી. શૌચાલય છે પરંતુ તેના પર તાળા મારી દેવામાં આવ્યા છે. નવા બનેલા બિંબમાંથી પાણી ટપકે છે. ત્યારે આ અસુવિધાઓને દૂર કરવામાં આવે તેવી અરજદારોમાંથી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...