• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની યુવતીને અમદાવાદના પ્રેમીએ ફેક ID બનાવી કરી બ્લેકમેઈલ

જૂનાગઢની યુવતીને અમદાવાદના પ્રેમીએ ફેક ID બનાવી કરી બ્લેકમેઈલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની યુવતિના અમદાવાદ રહેતા પ્રેમીએ યુવતિની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા આક્રોશમાં આવીને બદલો લેવાના ઈરાદે એવું તે કૃત્ય આચર્યુ કે યુવતિનું જીવવું હરામ થઈ ગયું. અમદાવાદના કથિત પ્રેમી યુવકે પ્રથમ તો યુવતિની સગાઈ તોડાવી અને બાદમાં યુવતિ અને તેની નાની બહેનનું સોશિયલ મીડીયા પર ફેક આઈડી બનાવી યુવતિના સગા સંબધીઓને ધાક ધમકી આપવાનું ચાલું કરી દિધું હતું. આથી શંકાના આધારે યુવતિએ પરીવારજનોને અમદાવાદનો યુવક શારિરીક શોષણ કરવાના ઈરાદે બ્લેકમેઈલ કરી રહ્યો હોવાનું જણાવ્યુ હતું. આખરે યુવકથી ત્રસ્ત પરીવારે જૂનાગઢ એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી. અને પોલીસે અમદાવાદ જઈ આરોપી યુવકને દબોચી લીધો હતો. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ રહેતી અને હાલ એક ખાનગી સ્કુલમાં ટીચર તરીકે ફરજ બજાવતી યુવતિ આજથી 3 વર્ષ પહેલા અમદાવાદ નાના ચિલોડા શીલ્પ ગ્રામ સોસાયટીમાં રહેતા ફઈને ત્યાં બી.કોમની પરીક્ષા આપવા રોકાઈ હતી. દરમિયાન યુવતિને ફઈની ઘરની સામે રહેતા મૌલિક જયંતિલાલ ક્લાસવા નામના યુવક સાથે પરીચય થઈ જતા સમય જતા બંન્ને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. બંન્ને એકાંતમાં પણ મળવા લાગ્યા હોવાથી બંન્નેએ એકાંતની ‌પળોના સાથે ફોટા પણ પાડેલા હતા. જોકે યુવતિની અન્ય જગ્યાએ સગાઈ ગયા બાદ યુવતિ મંગેતર સાથે અમદાવાદમાં ફરવા નીકળી ત્યારે યુવક જોઈ ગયો હોવાથી ગુસ્સે ભરાયો હતો. અને યુવતિના મંગેતરને ફોન પર ધાક ધમકી આપી સગાઈ તોડાવી નાખી હતી. દરમિયાન યુવકે યુવતિની માતાને જૂનાગઢ રેલ્વે સ્ટેશને બોલાવી બાદમાં પણ યુવક ત્યાંથી ન અટકતા યુવતિ અને તેની નાની બહેનનું ફેક આઈડી બનાવી યુવતિને બદનામ કરી સગાસંબધીઓને ફેક આઈડી માંથી ધાક ધમકી આપવાનું ચાલું કરી દીધુ હતું. આથી યુવતિના પરીવાર જનોએ યુવતિને આ અંગે પુછતા યુવતિએ મૌલિક આ બધુ કરી રહ્યો શારિરીક શોષણ કરવાના ઈરાદે કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આથી યુવતિના પરીવારે શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.આ અંગે તપાસ બાદ જૂનાગઢ પોલીસ અમદાવાદ જઈ મૌલિકને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...