તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નોબલ સ્કુલનાં 300 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

નોબલ સ્કુલનાં 300 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેજયુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢની નોબલ સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12 કોમર્સ, સાયન્સમાં બોર્ડ ટોપટેન તથા સ્કુલમાં ટોપટેનમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થી તેમજ ધો.4 થી 9 અને 11માં એપ્રિલ લેવાયેલ પરીક્ષામાં પ્રથમ, દ્રિતિય અને તૃતિય નંબર મેળવનાર 300 તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરાયું હતું. આ તકે મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ શશીકાન્તભાઇ ભીમાણી, જયોતિબેન વાછાણી, મેડીકલ કોલેજના ડીન ડો.એસ.પી.રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, પ્રદિપભાઇ ખીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ, શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન અમુભાઇ પાનસુરીયાએ કર્યુ હતું. આભારવિધી શાળાના પ્રિન્સીપાલ રેખાબેને કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. તેમ સંચાલક કે.ડી.પંડ્યા અને સિધ્ધાર્થ પંડ્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...