તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનો પશ્વિમ ભાગ કોરો, ઉત્તરમાં ઘરમાં પાણી ભરાયા

જૂનાગઢનો પશ્વિમ ભાગ કોરો, ઉત્તરમાં ઘરમાં પાણી ભરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં મેઘાવી માહોલ જામ્યો છે, પરંતુ વરસાદ પડવાનું નામ લેતો નથી. ગુરૂવારે મેઘ મહેર જૂનાગઢ પર ઉતરી હતી, પણ અડધા જૂનાગઢને પલાળ્યું હતું અને અડધા જૂનાગઢને કોરૂ રાખી દીધું હતું. જૂનાગઢનાં ઉત્તર ભાગમાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જયારે પશ્વિમ ભાગ કોરો રહ્યો હતો. જૂનાગઢનાં બસ સ્ટેશનથી લઇ જીઆઇડીસી, ખામધ્રોળ ગામ, ખામધ્રોળ રોડ, ખામધ્રોળ ચોકડી, 66 કેવી, જોષીપરા, જૂનાગઢ બાયપાસ સહિતનાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જયારે મોતીબાગ થી વાડલા ફાટક બાજુનો વિસ્તાર કોરો રહ્યો હતો. જૂનાગઢનાં ફલડ કંટ્રોલ રૂમમાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢનાં ઉત્તર ભાગમાં રસ્તા પર પાણી દોડી ગયા હતાં. તેમજ ખાલી પ્લોટમાં પાણી ભરાઇ ગયા હતાં. જૂનાગઢનાં પુરૂષાર્થ નગરમાં ઘરનાં ફળીયામાં પાણી ધૂસી ગયા હતાં.

ગત વર્ષે જૂન માસમાં જૂનાગઢમાં 6.36 ઇંચ વરસાદ થયો હતો
સરદારબાગે વરસાદ પડે તો જ નોંધાય
જૂનાગઢનાં સરદારબાગે આવેલી મામલતદાર કચેરીએ વરસાદ માપવાનું યંત્ર છે. આ વિસ્તારમાં વરસાદ પડે તો જ માપી શકાય છે. અન્ય જગ્યાએ વરસાદ પડે તો તેની નોંધ થઇ શકતી નથી.

તાલુકો વરસાદ (ઇંચ)
ભેંસાણ 2.4

જૂનાગઢ 6.36

કેશોદ 4

માળિયા 6.2

માણાવદર 5.96

માંગરોળ 6.2

મેંદરડા 4.32

વંથલી 6.72

વિસાવદર 5.4

ફલડ કંટ્રોલમાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો
બસ સ્ટેશનથી GIDC, ખામધ્રોળ, 66 કેવી, જોષીપરા અને ખામધ્રોળ ચોકડી વિસ્તારમાં ધોધમાર વરસાદ
પાણી ભરેલા ગટરના ખાડામાં બાઇક સાથે ખાબકતાં આધેડને ઇજા
જૂનાગઢ |જૂનાગઢના ખલીલપુર રોડ નજીક આવેલ એકતા નગરમાં ત્રણેક દિવસ પહેલા ગટર માટે ખાડો કરવામાં આવ્યો હતો.જોકે બાદમાં આ ખાડો બૂરવામાં આવ્યો ન હતો. દરમિયાન ખાડામાં વરસાદી પાણી ભરાતા ખાડો દેખાતો બંધ થઇ ગયો છે જેના કારણે અકસ્માતો સર્જાય છે. આ વિસ્તારના બિપીનભાઇ ઠુમ્મર નામના 50 વર્ષિય આધેડ પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે પાણી ભરેલા ખાડામાં ખાબકતા તેમને ઇજા પહોંચી હતી જયારે બાઇકને પણ નુકસાન થયું હતું. વધુ કોઇ જીવલેણ અક્સ્માત થાય તે પહેલા યોગ્ય કરવા લોકોમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...