તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આચાર સંહિતા પૂરી થયા બાદ વિજીલન્સ અધિકારીની ભરતી કરાશે

આચાર સંહિતા પૂરી થયા બાદ વિજીલન્સ અધિકારીની ભરતી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટયો છે.પરંતુ કોઇ કારણોસર અત્યાર સુધી વિજીલન્સ અધિકારીની ભરતી કરવામાં આવી નથી. રાજ્યની કુલ 8 પૈકી 1 માત્ર જૂનાગઢ મહાનગરપાલિકમાં જ વિજીલન્સ અધિકારીની જગ્યા ભરવામાં આવી નથી. આ મામલે શહેર કોંગ્રેસના જનરલ સેક્રેટરી કાન્તીભાઇ બોરડે વીજીલન્સ અધિકારીની ભરતી કરવા માંગ કરી હતી. દરમીયાન આ અંગે જૂનાગઢ મનપાના નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાએ જણાવ્યું હતું કે વિજીલન્સ અધિકારી સહિત અનેક જગ્યા પરની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉ આ માટે વિવિધ અખબારો દ્વારા જાણ કરી અરજી પણ મંગાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જોકે બાદમાં વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણી જાહેર થતા આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડી હોય ભરતી પ્ર્રક્રિયા બંધ રાખવામાં આવી છે.

ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજીલન્સ અધિકારીની ભરતી કરવામાં આવશે.

ભાસ્કર ફોલોઅપ
અન્ય સમાચારો પણ છે...