તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભવનાથ મંદિરનો જીણોદ્વાર કરી મીની સોમનાથ બનાવી શકાય

ભવનાથ મંદિરનો જીણોદ્વાર કરી મીની સોમનાથ બનાવી શકાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરનારનો વિકાસએ જૂનાગઢનો આર્થિક વિકાસ છે. ગિરનારનાં વિકાસ માટે ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે.ગિરનાર પર્વતની સાથે ભવનાથ અને શહેરમાં આવેલા અન્ય પ્રવાસન ધામનો પણ વિકાસ જરૂરી છે. ભવનાથમાં વર્ષે બે મોટા મેળા થાય છે. શિવરાત્રીનાં મેળાને સરકારે લઘુકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. પરિક્રમા દરમિયાન પણ જુદી-જુદી સગવડતા ઉભી કરવાની જરૂરી છે.પ્રથમ તો ભવનાથ મહાદેવ મંદિરનો જીણોધ્ધાર કરી મીની સોમનાથ બનાવી શકાય તેમ છે. પરિક્રમા અને શિવરાત્રીનાં મેળામાં ઉતારા અને લાઇટ,પાણીની વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. પરિક્રમાનાં રૂટમાં સીસીટીવી કેમેરા મુકવા જોઇએ. રસ્તા માટેનાં દિશા સૂચક બોર્ડ બનાવવા જોઇએ. ગિરનારની સીડી પર દર 1000 પગથિયે પ્રસાદની વ્યવસ્થા કરવી જોઇએ. ગિરનાર પર હાલ પાણીની સમસ્યા છે ત્યારે ગિરનાર પર વિવિધ ધર્મ સ્થળોને વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવી જોઇએ.

જોઇએ િગરનાર
જેવડો િવકાસ

મંડળની એક ઓફિસ હોવી જોઇએ
પ્રદિપભાઇ ખિમાણીએ કહ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ વૈષ્ણદેવીની પેટર્નથી ગિરનારનો વિકાસ થવો જોઇએ. ગિરનાર તળેટીમાં મંડળની ઓફિસ હોવી જોઇએ. તળેટીમાં ગિરનારની સંપૂર્ણ વિગત દર્શાવતું બોર્ડ હોવું જોઇએ. ભવનાથનું ગટરનું પાણી દામોદરકુંડમાં જાય છે તો એક ભૂગર્ભ ગટર બનાવી ગટરનું પાણીને અલગ કરી શકાય તેમ છે.

આજે ગિરનાર વિકાસ મંડળની બેઠક, મંત્રી હાજર રહેશે | ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા મંડળની શનિવારે સવારે 11 વાગ્યે કલેકટર કચેરીમાં બેઠક મળશે. આ બેઠકમાં યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે હાજર રહેશે. મંડળની પ્રથમ બેઠક મળી રહી છે,ત્યારે ગિરનારમાં પ્રાથમિક સુવિધાને પ્રથમ સ્થાન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...