તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પાક્કો રસ્તો હતો, ગ્રાન્ટને થાળે પાડવા તોડી ફરી બનાવાઇ રહ્યો છે નવો રસ્તો

પાક્કો રસ્તો હતો, ગ્રાન્ટને થાળે પાડવા તોડી ફરી બનાવાઇ રહ્યો છે નવો રસ્તો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત વોર્ડ નંબર 12માં આવેલ શેરી નંબર 14માં રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે આ કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ એક તો સારો અને મજબૂત રોડ હતો તે તોડીને નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે,જેની કોઇ જરૂરિયાત ન હતી. ખરેખર પહેલા ગટર બનાવવાની જરૂરિયાત હતી તેને બદલે રોડનું કામ શરૂ કરી દીધું એટલે આ તો ગ્રાન્ટ થાળે પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, પ્રજાની સુવિધા માટે નહી. વળી સ્થાનિક લોકોને પુછયા વિના કામ શરૂ કરી દીધું જેમાં આડેધડ જેસીબી ચલાવતા અનેક એપાર્ટમેન્ટોની ગટરો તોડી નાંખી. બાકી હતું તે પીજીવીસીએલએ કામ શરૂ કરી ગટર તહસ નહસ કરી નાંખી . હવે આ રોડ પરથી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.ગટરના ભરાયેલા ગંદા પાણીથી લોકોમાં બિમારી પણ વધી જશે. જો ગટર બનાવવામાં નહી આવેતો રોડ બનાવવા નહી દઇએ તેવી પણ સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...