તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વહિવટી તંત્રને ઇ ગવર્નન્સ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

વહિવટી તંત્રને ઇ-ગવર્નન્સ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા થતા કામોનાં મોનીટરીંગ માટે સંપુર્ણ ઓનલાઇન મોનીટરીંગ થાય તે હેતુએ જૂનાગઢ એનઆઇસી વિભાગે કલેકટર ડો. સૌરભ પારધીનાં માર્ગદર્શનમાં સોફટવેર આઇઓઆઇએન ફોર પ્લાનીંગ વિકસાવ્યો હતો. એનઆઇસીનાં સહયોગથી િવકસાવવામાં આવેલા આ સોફટવેરનું રાજ્યનાં તમામ જિલ્લામાં અમલીકરણ કરવામાં આવ્યું હતું.

તેમજ જૂનાગઢ વહિવટી તંત્રની આ કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી હતી. દિલ્હીનાં કન્સ્ટીટયુશન કલબ ઓફ ઇન્ડિયા ખાતે વહિવટી તંત્રને રાષ્ટીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ એનઆઇસી અધિકારી અતુલ ખુંટીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...