તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.પં.ના નવા પ્રમુખને વેબસાઈટ પર મળ્યું સ્થાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા પંચાયતના અઢી વર્ષની ટર્મ પુરી થતા પ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં ચા વાળા પ્રમુખ એસટી કાયદાને લીધે અને ભાજપ પાસે કોઈ ઉમેદવાર ન હોવાથી બિન હરિફ ચૂંટાયા હતા.

જોકે 20 જૂને પ્રમુખની ચૂંટણીના છ દિવસ વીતી ગયા હોવા છતાં પણ જિલ્લા પંચાયતની વેબસાઈટ નવનિયુક્ત સેજાભાઈ વિરાભાઈ કરમટાને સ્થાન મળ્યુ ન હતું. આ અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસારીત કર્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અહેવાલના બીજા જ દિવસે નવા પ્રમુખને સ્થાન આપી દેવામાં આવ્યુ છે.

આ પહેલા પણ એક અધિકારી બદલાયા ત્યારે જિલ્લા પંચાયત તેમને મોડે મોડેથી વેબસાઈટ પર અપડેટ કર્યા હતા. સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડીયાની વાતો તો કરવામાં આવે છે. પરંતુ તેની ખરી વાસ્તવિકતા આ પ્રકારની બેદરકારીથી સામે આવે છે.

ભાસ્કર ઇમ્પેકટ
અન્ય સમાચારો પણ છે...