તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

STનાં કર્મીએ અન્ય કર્મીને આપી મારી નાખવાની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એસટી ડેપોમાં મિકેનીકલ હેલ્પર તરીકે કામ કરતા કર્મચારીને અન્ય કર્મચારીએ જૂના મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ધમકીથી ડરી ગયેલા યુવાન કર્મચારીએ ધમકી આપનાર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ આણંદના અને હાલ જૂનાગઢના એસટી કોલોની ક્વાટર્સમાં રહેતા પિયુષકુમાર શંકરભાઈ ઠાકોર એસટી ડીવીઝન મોતીબાગ ખાતે સાડા ત્રણ વર્ષથી મિકેનીક હેલ્પર તરીકે કામ કરે છે. પિયુષભાઈ ફરજ પર હતા તે દરમિયાન ઉપલેટા ડેપોનો સસ્પેન્ડેડ કર્મચારી રફીક નોતીયાર ત્યાં ચડી આવ્યો હતો. અને 8 જૂનના રોજ રફીક પર ફરીયાદ કરેલ હોવાથી તેનું મનદુખ રાખી બેફામ ગાળો કાઢવા લાગ્યો હતો. જોકે રફીકે ધમકી આપતા કહ્યુ હતુ કે પોલીસ મને કંઈ નહી કરી શકે અને હુ તને ગમે ત્યારે જાનથી મારી નાખી અને સાક્ષીમાં રહેલા કર્મીને પણ મારી નાખીશ તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...