તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ નહીં થાય તો 20 દિ\' બાદ પાણીની તંગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે. જોકે તેમાં એક માત્ર અપવાદ જૂનાગઢ રહ્યું છે. જૂનાગઢના લોકોએ માત્ર વરસાદી આછા પાતળા ઝાપટાંથી જ સંતોષ માની લેવો પડયો છે. કોણ જાણે કેમ પણ જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. મેઘરાજાના રૂઠણાને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. વરસાદી માહોલ જામે છે વાદળો દોડી આવે છે અને જાણે હમણાં શહેરને પાણી પાણી કરી દેશે તેવી આશા પર માત્ર થોડી વારમાં જ વગર વરસાદે પાણી ફરી જાય છે.

થોડી વારમાં ફરી પાછા સૂર્યનારાયણ ભગવાન આગ બબૂલા થઇ આકરા તાપ વરસાવે છે જેથી લોકો ગરમીથી પણ પરેશાન થઇ રહ્યા છે. આમ, વરસાદ ખેંચાઇ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હોય લોકોમાં પીવાના પાણીને લઇને ચિંતા વધુ ઘેરી બની રહી છે. જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતા 3 જળાશયો પૈકી 2 જળાશયોમાંથી જે રીતે પાણીનો ઉપાડ થઇ રહ્યો છે તે જોતા વાંધો નહિ આવે પરંતુ 3જા જળાશયનો આધાર ઓઝત - 2 ઉપર રહ્યો છે. જો ત્યાંથી નિયમીત પાણી મળતું રહેશે તો મુશ્કેલી નહી આવે અન્યથા પાણીની તંગીનો સામનો કરવો પડે તેવી સ્થિતી નિર્માણ પામવાની દહેશત વ્યકત થઇ રહી છે.

કયાં જળાશયોમાં કેટલું પાણી ?
કયાંથી કેટલું પાણી મેળવાય છે ?
જૂનાગઢ શહેરને દરરોજના કુલ 29 એમએલડી પાણી જરૂરિયાત રહે છે. આ માટે આણંદપુર ડેમમાંથી 12 એમએલડી, હસ્નાપુર ડેમમાંથી 12 એમએલડી, વિલીંગ્ડન ડેમમાંથી 1 એમએલડી અને બોર - કૂવામાંથી 4 એમએલડી પાણી મેળવાય છે.

હસ્નાપુર ડેમમાંથી જે રીતે પાણીનો ઉપાડ થાય છે તે જોતા હજુ ઓગસ્ટ સુધી પાણી ચાલશે. વિલીંગ્ડન ડેમમાંથી માત્ર 1 જ એમએલડી પાણી લેવાઇ છે જેથી સપ્ટેમ્બર સુધી પાણી લઇ શકાશે. વાત રહી આણંદપુર ડેમની . આ ડેમમાં 20 દિવસ ચાલે તેટલું પાણી છે. પરંતુ આ ડેમમાં ઓઝત - 2માંથી પાણી આપવામાં આવે છે. માટે જયાં સુધી ઓઝત - 2 માંથી પાણી મળતું રહે ત્યાં સુધી વાંધો નથી. જો ઓઝત - 2માંથી પાણી મળવાનું બંધ થશે તો 10 એમએલડી પાણીની ઘટ પડતા પાણીની તંગી સર્જાઇ શકે છે. આમ, પાણીનો મુખ્ય આધાર ઓઝત - 2 ઉપર રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...