તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં આંગણવાડી બન્યાના એક વર્ષ પછી પાણી તો મળ્યું

જૂનાગઢમાં આંગણવાડી બન્યાના એક વર્ષ પછી પાણી તો મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં આંગણવાડી બન્યાના એક વર્ષ પછી પાણી તો મળ્યું પરંતુ માત્ર એક જ દિવસ. નબળી કામગીરીના કારણે પાઇપ લાઇન તૂટી જતા પાણી વિતરણ ઠપ્પ થઇ ગયું છે.

આ અંગે સાગર નિર્મળે જણાવ્યું હતું કે શહેરની અનેક આંગણવાડીમાં પીવાના પાણીનું વિતરણ થતું ન હતું. આ મામલે મનપામાં રજૂઆત બાદ નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાએ તાત્કાલીક આદેશ કરી પાણી વિતરણ શરૂ કરવા જણાવ્યું હતું. બાદમાં યુદ્ધના ધોરણે કામગીરી તો કરવામાં આવી હતી પરંતુ કામગીરી કરવા ખાતર થઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. શહેરની સરગવાડા આંગણવાડીમાં પાણી વિતરણ શરૂ થયાના બીજા જ દિવસે પાણી વિતરણ બંધ થઇ ગયું છે.નબળી કામગીરી કરવામાં આવી હતી જેમાં જમીનની અંદર માંડ બે કે ત્રણ ઇંચ ઉંડે પાણીની પાઇપ લાઇન નાંખતા પાઇપ લાઇન તૂટી ગઇ હતી અને પાણી બંધ થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...