તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh યુવતીએ ગાંધીગ્રામના શખ્સ સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

યુવતીએ ગાંધીગ્રામના શખ્સ સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં છેલ્લા ત્રણ વર્ષથી યુવતિ પર ગુજારવામાં આવતા દુષ્કર્મ સામે અવાજ ઉઠાવી આખરે દુષ્કર્મ કરનાર સામે ફરીયાદ નોંધા‌વી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,મુળ અગતરાયની અને હાલ જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી સમીરા (નામ બદલ્યું છે)ગાંધીગ્રામમાં રહેતા અરજણ અમરાભાઈ રબારી સાથે સંપર્કમાં આવી હતી. જોકે બંન્ને વચ્ચે સંપર્કનો અરજણે ફાયદો ઉઠાવ્યો હતો. અને યુવતિને ધાક ધમકીઓ આપી પોતાની પાસે કે અન્ય જગ્યાઓ પર બોલાવી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત યુવતિને મોબાઈલ ફોન પર પણ મારી નાખવાની ધમકી અરજણ આપતો હતો. જેથી આખરે ત્રણ ‌વર્ષ આ પીડામાંથી પસાર થયા બાદ યુવતિએ અરજણની ધમકીઓથી ન ડરીને તેની સામે સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે આરોપીને અરજણને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ ડી.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...