તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh શહેરમાં 20 ઓકટોબરે ગિરનારની લીલી પરિક્રમાને લઇ બેઠક મળશે

શહેરમાં 20 ઓકટોબરે ગિરનારની લીલી પરિક્રમાને લઇ બેઠક મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં દર વર્ષે યોજાતી ગરવા ગિરનાર ફરતેની લીલી પરિક્રમાની તૈયારીને લઇને અત્યારથી જ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પરિક્રમાને લઇને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત ફરતેની 36 કિમીની લીલી પરિક્રમા પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે. ચાર દિવસીય આ પરિક્રમા કારતક સુદ પૂનમ એટલેકે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમામાં પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વર્ષે પણ આ પરિક્રમા યોજાવાની હોય તેની તૈયારીને લઇ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક આગામી 20 ઓકટોબરના રોજ કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં બપોરના 1 વાગ્યે યોજાશે.જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં પરિક્રમા સાથે સંકળાયેલા અમલીકરણ અધિકારીઓને ગત વર્ષના અનુભવના આધારે કરવાની થતી સઘળી કામગીરીની તૈયારીની વિગતો લઇ ઉપસ્થિત રહેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારૈયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...