તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢના બસ સ્ટેન્ડમાંથી ફરી બાઈકની ઉઠાંતરી થઈ

જૂનાગઢના બસ સ્ટેન્ડમાંથી ફરી બાઈકની ઉઠાંતરી થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરનું બસ સ્ટેન્ડ બાઈક ચોરો માટે આસાન નિશાન સાબિત થતું આવ્યું છે. બસ સ્ટેન્ડના પાર્કિંગમાં સુરક્ષાના અભાવે છાસવારે બાઈક ઉઠાંતરીની ઘટના સામે આવે છે. ત્યારે ફરી બસ સ્ટેન્ડના પાર્કીંગમાંથી બાઈક ઉઠાંતરીની ઘટના સામે આવી છે. આ અંગે બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના ખારાવાડમાં રહેતા મૌલીક નિલેશકુમાર રાજાએ પોતાનું જીજે 03 એફઆર 7152 નંબરનું બાઈક જૂનાગઢ બસસ્ટેન્ડના પાર્કીંગમાં પાર્ક કરેલું હતું. જે સાંજના સમયે કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. બાઈકને શોધવા છતા ન મળતા મૌલીકે આ અંગે બી ડીવીઝન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...