તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં છેલ્લા દિલસોમાં બનેલી ગેંગવોર અને લુ઼ંટની ઘટનાને લઈ પોલીસ તંત્ર સાબદુ થયું છે. અને ગેરકાયદેસર હથિયાર ધારણ કરનાર શખ્સો સામે પગલા લેવાના મુડમાં છે. જૂનાગઢમાં એ ડીવીઝન પોલીસે ગીરનાર દરવાજા પાસેથી હાજા રામ કાનગડ નામના શખ્સને ધારીયા સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાત ચીતાખાના તરફથી ઉપર જતા રસ્તે દુકાનનો સામાન ટ્રાફીકને અડચણ રૂપ હોવાથી દુકાન ધારક લીલારામભાઈ હીતચંદ જોબનપુત્રા સામે ફરીયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં વાણીજ્યક વેરો ન ભરનાર શખ્સ ચંદુભાઈ જેરામભાઈ સામે વાણીજ્યક વેરા અધિકારીએ એ ડીવીઝન પોલીસમાં ઈરાદા પુર્વક વાણીજ્ય વેરો ન ભરવા મામલે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...