તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh હાથા પાછળ કોનો હાથ| જૂનાગઢમાં લાકડાના હાથા ખરીદીમાં આચરાયું કૌભાંડ ?

હાથા પાછળ કોનો હાથ| જૂનાગઢમાં લાકડાના હાથા ખરીદીમાં આચરાયું કૌભાંડ ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ગરીબોની સહાય માટે ખરીદવામાં આવેલા લાકડાના હાથાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા જાગી છેે. રેલ્વે સ્ટેશન પાસેના જિલ્લા પંચાયતની જગ્યામાં પાંચ ટ્રેક્ટર લાકડાનાં હાથા ફેંકી દેવામાં આવ્યા છે.

આ કૌભાંડ કોણે કર્યું ω કોણ અહિં ફેંકી ગયું તેને લઈ એકપણ તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ આ કૌભાંડની તપાસ થાય તો રાજકીય નેતા અને અધિકારીઓના હાથ દાઝે તેમ છે. જે તે સમયે લાભાર્થીઓ સુધી ન પહોંચેલા આ હાથા હવે કચરાના હવાલે થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો લાભાર્થીઓની સંખ્યા પહેલેથી જ નક્કી કરવામાં આવી જતી હોય તો આટલા પ્રમાણમાં હાથા શું કામ ખરીદવામાં આવ્યા અને આ જ દિન સુધી આ હાથાને ક્યાં સાચવી રખાયા હતા ω કોઈ જરૂરીયાત મંદને કેમ ન આપવામાં આવ્યા ω આ‌વા અનેક સવાલો આ હાથા કૌભાંડને વધુ શંકામાં લાવે છે.

ખેડૂતો કે મજુરોને સહાય માટે જે તે સમયે ખરીદાયેલા હાથાઓને કચરાની માફક ફેંકી દેવામાં આવ્યા. તસ્વીર - મેહુલ ચોટલીયા

દિવ્ય ભાસ્કરે પાંચ કચેરીમાં કરી તપાસ
અહિં લાકડાના હાથા ફેંકી ગયાની ઘટના બાદ દિવ્યભાસ્કરે ક્લેક્ટર કચેરીમાં વહીવટી શાખા, જિલ્લા પંચાયતમની વિકાસ શાખા, ખાણ અને ઉદ્યોગ વિભાગ, ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગા યોજનામાં તપાસ કરી હતી. પરંતુ એક પણ વિભાગ દ્વારા ખેડુત કે મજુરને લગતા સાધનોનું વિતરણ ન કર્યું હોવાનું કહ્યું હતું.

જિલ્લા પંચાયતમાંથી આવ્યાનો જવાબ મળ્યો
દિવ્ય ભાસ્કરે આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અહિં ટેક્ટ્રર નાખવા આવ્યું અને પુછતા જવાબ મળ્યો હતો કે, જિલ્લા પંચાયતમાંથી આવીએ છીએ. જિલ્લા પંચાયતનાં કહેવાથી અહિં નાખવા આવ્યા છીએ.

ગરીબ ક્લયાણ મેળા, મનરેગા યોજનાનાં હાથા હોઈ શકે
ગરીબ કલ્યાણ મેળામાં ત્રિકમ, પાવડા આપવામાં આવે છે. આ ઉપરાંત મનરેગા યોજનામાં પણ સાધનના હાથા આપવામાં આવે છે. આ હાથા ગરીબ ક્લયાણ મેળા અથવા મનરેગા યોજનામાં હોવાની પણ ચર્ચા જાગી છે.

મેદાનમાં હજારોની સંખ્યામાં હાથા
તમામમાં ઉધઇ ચઢી જતાં સડી ગયા
અન્ય સમાચારો પણ છે...