તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh નરસિંહ મહેતા યુનિ. દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી

નરસિંહ મહેતા યુનિ. દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે પરંતુ યુનિ. ની બેદરકારીને કારણે પરીક્ષાનાં ફોર્મ બહાર ન પાડતાં આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જૂનાગઢ ભકત નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરિક્ષાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી. જેને લઇને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે અને આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા નિર્ણય નહી લેવામાં આવે તો એબીવીપી દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જૂનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરિક્ષાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી જેને લઇને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે બાબતે ત્વરિત નિર્ણય લેવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી કુલદિપભાઇ માલમ અને સહમંત્રી પ્રિયાંકભાઇ પાઘડારે જણાવ્યું છે અને આગામી દિવસોમાં તેમનો ત્વરીત નિર્ણય નહી લેવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...