તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh PTC માં 300 તાલીમાર્થીને આગ અંગે માર્ગદર્શન આપ્યું

PTC માં 300 તાલીમાર્થીને આગ અંગે માર્ગદર્શન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ બિલખા રોડ સ્થિત પોલીસ ટ્રેનીંગ સેન્ટર ખાતે મનપાની ફાયર શાખા દ્વારા ફાયર અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ તકે ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરના માર્ગદર્શનમાં 3 વાહનો સાથે 6 કર્મીઓએ સતત 2 કલાક સુધી આગની ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું અને કઇ રીતે આગને કાબુમાં લઇ શકાય તે અંગે જાણકારી આપી હતી. ખાસ કરીને આગ લાગવાના કારણો, કઇ રીતે આગ બૂઝાવી શકાય, આવા સમયે ત્વરીત શું કરવું, કેટલા પ્રકારની આગ હોય, આ તમામ આગને બૂઝાવવા કયા કયા મટીરિયલ્સનો ઉપયોગ કરવો જેથી આગ પર જલ્દી કાબુ આવી જાય તે અંતે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલમાં પીટીસીના 300 તાલીમાર્થીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...