તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢના પાદરીયામાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે ઝબ્બે

જૂનાગઢના પાદરીયામાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશી દારૂ,આથો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢનાપાદરીયામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના અાધારે એલસીબી સ્ટાફે મોડીરાત્રીના રેઇડ કરી હતી. અને બે શખ્સને ઝડપી લીધા હતા.સ્થળ પરથી દારૂ તથા આથાનો જથ્થો કબ્જે કર્યો હતો. શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના પાદરીયા ગામની સીમમાં મોટા પાયે દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ રાઠોડ,પીએસઆઇ મકવાણા, અને સ્ટાફે રેઇડ પાડી પુના જીકા વાંદા અને લાખા લખમણ મોરીને ઝડપી લીધા હતા. અને દારૂની ભઠ્ઠીનો નાશ કરી દારૂ બનાવટની સામગ્રી,દારૂનો અને આથાનો જથ્થો કબ્જે કર્યો હતો. શખ્સને વધુ તપાસ માટે તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...