તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર પ્રકોપ સમયે ફાર્મ હાઉસમાં જલ્સા કરતા કોંગ્રેસીઓ પર આકરા પ્રહાર

વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને 151 બેઠકો મળવાનો કરાયો દાવો

જૂનાગઢનાકાળવા ચોકમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત જૂનાગઢ વિધાનસભાનું વિજય ટંકાર યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડયા હતા. તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ, પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ, વિજય ભગત, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, શહેર ભાજપ પ્રમુખ શશીકાન્ત ભિમાણી, ડે.મેયર ગીરીશ કોટેચા, નિલેશ ધુલેશીયા,પુનીત શર્મા, યોગીભાઇ પઢીયાર, સંજય કોરડીયા સહિતના ભાજપના અનેક અગ્રણીઓ તેમજ યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવીયાએ સરકારની વિવિધ યોજનાની વાત કરી હતી. ડો. ઋત્વિજ પટેલે 151 બેઠકો આવશે અને યુવા મોરચો તેનો પાયો બનશે તેમ જણાવ્યું હતું.

નેહલ શુકલે પણ 150 થી વધુ બેઠકો મળવાની વાત કરી હતી. પૂર પ્રકોપ વખતે કોંગ્રેસીઓ ફાર્મ હાઉસમાં જલ્સા કરતા હતા અને મુખ્યમંત્રી પાણીમાં ઉભા રહી પિડીતોની મદદ કરતા હોવાનું જણાવી વધુમાં જૂનાગઢમાં કોંગ્રેસ પાસે ઉમેદવાર પણ હોવાનું જણાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...