• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં અધિકારીઓનું સન્માન કરાયું

સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં અધિકારીઓનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટલી સુવિધામાં 3240 વિદ્યાર્થીઓ હોવા જોઇએ

10 વર્ષ પહેલા એક વર્ગમાં 140 છાત્રો હતા આજે 60 છાત્રો છે : ડીઇઓ

જૂનાગઢસ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળા પરિવાર દ્વારા નવ નિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, શિક્ષણ નિરીક્ષક પરમાર, કરમટા, ડીપીઇઓ કે.એ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ડી. આર. રામાણી, વ્યાયામ મંડળનાં પ્રમુખ બી. ડી. ગરચરનું સન્માન કરવામાં આવ્યું હતું. તકે ડીપીઇઓ કે.એ. પટેલે જણાવ્યું હતું કે, શાળામાં આવતા ગરીબ પરિવારનાં બાળકોને કેન્દ્રમાં રાખીને અને આર્થિક સ્થિતી જાણીને યોગ્ય રીતે સહાનુભુતિ રાખવી જોઇએ.

જયારે ડીઇઓ બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, શહેરની ઐતિહાસિક શાળામાં દશ વર્ષ પહેલા એક વર્ગમાં 140 વિદ્યાર્થીઓ હતા. આજે 60 થઇ ગયા છે. શાળામાં પુર્ણ લાયકાત ધરાવતા શિક્ષકો તેમજ અદ્યતન પ્રયોગ શાળા, વિશાળ ગ્રાઉન્ડ, લાયબ્રેરી અને વિશાળ બિલ્ડીંગ છે. આટલી સુવિધા હોય તો શાળામાં 3240 વિદ્યાર્થીઓ હોવા જોઇએ.

સુવિધા હોવા છતા છાત્રો કેમ નથી આવતા તે સવાલ છે. છાત્રો વધારે આવે તે માટે તમામ પ્રયત્ન કરવા અને તમામ પ્રકારનો સહકાર આપવામાં આવશે. તકે સંઘનાં મહેશભાઇ મહેતા, ચંદ્રેશભાઇ અગ્રાવત સહિતનાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...