• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં એક સરકારી ડીગ્રી એન્જિનીયરીંગ કોલેજ ફાળવવાની માંગ

જૂનાગઢ જિલ્લામાં એક સરકારી ડીગ્રી એન્જિનીયરીંગ કોલેજ ફાળવવાની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં નિવૃત અધિકારી, તેજસ્વી છાત્રાનું સન્માન કરાયું

સરકારી કોલેજમાં ભણવા માટે છાત્રોને બહારગામ જવું પડે છે

જૂનાગઢએશિક્ષણનું હબ છે. પરંતુ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, અમરેલી,ગીર-સોમનાથ તેમજ કેન્દ્રશાસિત દીવ સાતેય જીલ્લાઓમાં એકપણ સરકારી ડીગ્રી એન્જિનીયરીંગ કોલેજ નથી આથી નાછુટકે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ઇજનેરી કોલેજોમાં મોટી ફી ચુકવી એડમીશન લેવા પડે છે. તેમજ અહીંના વિદ્યાર્થીઓએ ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં સરકારી કોલેજો હોવાથી ત્યાં ભણવા માટે જવું પડે છે ત્યારે જૂનાગઢ અને આસપાસના જિલ્લાના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને જૂનાગઢને પણ એક સરકારી ડીગ્રી એન્જિનીયરીંગ કોલેજ ફાળવવી જોઇએ. ત્યારે ચાલુ વર્ષેથી જૂનાગઢ ખાતે સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજમાં મુખ્યત્રણ શાખા સિવિલ, મીકેનીકલ અને ઇલેક્ટ્રીકલ શરૂ કરવા માંગ ઉઠી છે. છાત્રોને જિલ્લા બહાર અભ્યાસ માટે જવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...