ખેલમહાકુંભનું રજીસ્ટ્રેશન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાની સ્ટ્રીટ લાઇટ શાખાની કામગીરી પણ પીજીવીસીએલની સ્પર્ધામાં

વીજ ધાંધીયાથી શહેરના અનેક વિસ્તારોમા અંધારપટ છવાયો

પીજીવીસીએલની પ્રિ - મોન્સૂન કામગીરી સામે સવાલ

જૂનાગઢનાઅનેક વિસ્તારોમાં વારંવાર વિજળી રિસાઇ જતી હોય પીજીવીસીએલની બેદરકારીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. તો બીજી તરફ મનપાની સ્ટ્રીટ લાઇટ શાખાની કામગીરી પણ પીજીવીસીએલ સાથે સ્પર્ધામાં ઉતરી હોય તેમ અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઇટો પણ બંધ રહેતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

જૂનાગઢના અનેક વિસ્તારોમાં વારંવાર વિજ પ્રવાહ ખોરવાઇ જતો હોય લોકોની પરેશાનીમાં વધારો થયો છે. ખાસ કરીને મધુરમના મંગલધામ 1 માં ગુરૂવારની રાત્રિના 3 થી સવારના 7 સુધીમાં 6 વખત પાવરની અવર જવર રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વારંવાર લાઇટની આવન જાવનથી લોકોને પોતાના ઇલેકટ્રીક ઉપકરણો બળી જવાનો ડર રહેતો હતો. પીજીવીસીએલ દ્વારા કરાયેલી પ્રિ - મોન્સૂનની કામગીરી સામે વિજ ધાંધીયાથી અનેક સવાલો ઉભા થયા હતા. જોકે મનપાની સ્ટ્રીટ લાઇટ શાખા પણ પીજીવીસીએલની સાથે સ્પર્ધામાં ઉતરી હોય તેમ ઉપરકોટ, મધુરમની એકતા નગર, શ્રીનગર સહિતની અનેક સોસાયટીની સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ચોમાસાની ઋતુમાં અવાર-નવાર વીજળી ગુલ થઇ જતી હોય પીજીવીસીએલે કરેલી પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર કરી હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા થઇ રહી છે. મામલે તુરત યોગ્ય કરવામાં આવે અને અંધારા ઉલેચવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...