• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | જૂનાગઢનાકોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે દર શુક્રવારે

જૂનાગઢ | જૂનાગઢનાકોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે દર શુક્રવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢનાકોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે દર શુક્રવારે સત્સંગ સભા યોજાય છે. સભામાં પુ. હરિનારાયણ સ્વામિએ પોતાની ઓજસ્વી વાણીમાં સ્વામિનારાયણ ભગવાનના જીવનના દિવ્ય પ્રસંગોનું વર્ણન કરી તેમના સિદ્ધાંતોને અનુરૂપ જીવન જીવવાની હરિભકતોને પ્રેરણા અાપે છે. 29 જૂલાઇની રાત્રિના યોજાયેલી સત્સંગ સભામાં ઉપસ્થિત હરિભકતોને ભગવાન સ્વામિનારાયણે જયાં વિચરણ કર્યું હતું અને અનેક જીવોના ઉદ્ધાર કર્યા હતા તે પ્રસાદીના સ્થળોની માહિતી આપી હતી. તેમજ ખાન-પાનમાં શું કાળજી રાખવી જોઇએ તે અંગે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામી નારાયણે જે નિયમો બતાવ્યા છે. તેનું ચુસ્ત પણે પાલન કરવા હરિનારાયણ સ્વામીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...