• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ મનપાની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં લેવાયા નિર્ણયો

જૂનાગઢ મનપાની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં લેવાયા નિર્ણયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 થી વધુ જગ્યાએ ગેન્ટ્રી બોર્ડ લગાવાશે, ગટર યોજના માટે કન્સલ્ટન્ટ નિમાશે

10 વોર્ડમાં 7 કરોડના ખર્ચે 40 કિ.મી.ના મેટલ રોડ બનશે

શનિવારેજૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમિતીની 29મી બેઠક મળી હતી. સ્થાયી સમિતીના ચેરમેન નિલેશભાઇ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેટલ રોડ બનાવવા, ગેન્ટ્રી બોર્ડ બનાવવા, સ્મશાનમાં લોક સુવિધા વધારવા, ટોઇલેટ બ્લોકના મેઇન્ટેનન્સ માટે કામગીરી સોંપવા, ગટર યોજનાના કામ માટે કન્સલ્ટન્ટ નિમવા અંગેના અનેક ઠરાવોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેમણે શહેરનો વિકાસ ઝડપથી થાય તેવી કામગીરી કરવા તમામ શાખા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તકે કમિશ્નર વી.જે.રાજપુત, નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયા, સ્થાયી સમિતીના સદસ્યો પુનીત શર્મા, ભરત કારેણા, શિલ્પાબેન જોષી, નયનાબેન સોલંકી, મોહન પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગટરના કામ માટે કન્સલ્ટન્ટ નિમાશે

350કરોડના ખર્ચે ગટર બનાવાશે. માટે 80 કરોડની રકમતો મંજૂર થઇ ગઇ છે. ત્યારે કામગીરી સુચારૂ રીતે થાય તે માટે કન્સલ્ટન્ટ નિમાશે. જયારે શહેરના ટોઇલેટ બ્લોકની યોગ્ય જાણવણી, સફાઇ માટે કામના મેઇન્ટેનન્સની કામગીરી સોંપવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.

15જેટલી જગ્યાએ ગેન્ટ્રી બોર્ડ શહેરની શોભા વધારશે

શહેરમાં15 જેટલી જગ્યાએ ગેન્ટ્રી બોર્ડ બનાવવામાં આવશે. બોર્ડ દ્વારા બહારગામના લોકોને કયુ શહેર કઇ તરફ આવેલું છે તેની જાણકારી મળશે. બોર્ડથી શહેરની શોભામાં વધારો થશે સાથોસાથ તેમાં કંપની પોતાની એડ લગાવશે જેથી કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.

મેટલના રોડ બનાવાશે

જૂનાગઢનાએવા વિસ્તારો કે જ્યાં સીસી કે ડામર રોડ નથી એવા નવા ભળેલા અને વિકસી રહેલા 10 વોર્ડમાં વોર્ડ દિઠ 4 કિમી મુજબ 40 કિમીના મેટલના રોડ બનાવાશે. માટે અંદાજીત 7કરોડ રૂપીયાનો ખર્ચ થશે.

સ્મશાનમાંસુવિધા ઉભી કરાશે

મનપાહસ્તકના સોનાપુરી સ્મશાન ખાતે બિલ્ડીંગમાં વધારાની કામગીરી કરી લોક સુવિધા વધારવામાં આવશે. માટેના થનાર ખર્ચને પણ સ્થાયી સમિતીએ મંજૂર કર્યો છે. ઉપરાંત જગન્નાથ રથયાત્રાના ખર્ચને પણ મંજૂરી આપી છે.

ચોમાસામાંકરોડોના રસ્તા ધોવાયા

જૂનાગઢશહેરમાં સોસાયટી અને મુખ્ય માર્ગોનું નવિની કરણ કરવામાં આવ્યુ હતું તેમજ કેટલીક જગ્યાએ નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચોમાસા દરમ્યાન મોટા ભાગના રસ્તામાં ખાડા પડી ગયા છે. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ધોવાઇ ગયા છે. તેમજ મધુરમ વિસ્તારમાં રસ્તા પર ચાલી શકાય તેમ પણ નથી. રસ્તા ઉપર ચોમાસાને લઇ ટાચોડો નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરનાં અન્ય રસ્તાઓ પણ કાદવ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...