આરટીઓમાં લાયસન્સને લઇ મોટો ફેરફાર કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા 30 દિવસની અંદર લાયસન્સ રીન્યુ કરવાનું હતું

ડ્રાઇવીંગ લાયસન્સની મુદ્દત પુરી થયા બાદ એક વર્ષમાં રીન્યુ કરાવી શકાશે

રાજયનાંવાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પુરી થયાનાં 30 દિવસની અંદર લાયસન્સ રીન્યુ કરવાનો નિયમ હતો. સરકારે તેમા ફેરફાર કર્યો છે. હવે 30 દિવસની જગ્યાએ 365 એટલે કે એક વર્ષમાં કોઇ પણ સમયે લાયસન્સ રીન્યુ કરી શકાશે. સરકારે ગઇકાલે મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી સીધો વાહન ચાલકને ફાયદો થશે. ઘણી વખત ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પુર્ણ થઇ ગયા છતા વાહન ચાલકનાં ધ્યાનમાં રહેતુ હતું. પરીણામે દંડ ભરવો પડતો હતો.સરકારનાં નિર્ણયથી એક વર્ષમાં કોઇ પણ સમયે ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરી શકાશે.

પહેલા દંડની શું જોગવાઇ હતી ?

ડ્રાઇવીંગલાયસન્સની મુદત પૂર્ણ 30 દિવસમાં લાયસન્સ રીન્યુ કરવાનો નિયમ હતો. 30 દિવસ પછી કોઇ લાયસન્સ રીન્યુ કરાવવા જતા તો નવા નિયમ મુજબ 1000 રૂપિયા દંડ અને જેટલા મહિના વધારે થયા હોય તે મુજબ 50 રૂપિયા દર મહિનેની જોગવાઇ હતી.

સારથી-2,સારથી-4માં ફેરફાર કરાયો

આરટીઓમાંદરેક કામગીરી ઓનલાઇન થઇ રહી છે. સરકારે લાયસન્સ રીન્યુ કરવાનો નવો નિયમ બનાવ્યો છે. તેની સાથે આરટીઓનાં સારથી -2 અને સારથી - 4 સોફ્ટવેરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...