• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 31 જુલાઇએ શાસકપક્ષના નેતા, દંડકની એક વર્ષની અવધિ પૂર્ણ

31 જુલાઇએ શાસકપક્ષના નેતા, દંડકની એક વર્ષની અવધિ પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા ચહેરાને સ્થાન અપાશે ? ઘેરૂં સસ્પેન્સ

જૂનાગઢમહાનગર પાલિકા શાસક પક્ષના નેતા અને દંડકની એક વર્ષની અવધિ પૂર્ણ થનાર હોય ભાજપના કોર્પોરેટરો, કાર્યકરોમાં જાત જાતની ચર્ચાએ જોર પકડયું છે. ટર્મ પૂર્ણ થતા નવા ચહેરાને સ્થાન અપાશે કે પછી બન્ને હોદા પર રિપીટ થિયરી અપનાવાશે તે અંગે રાજકીય તજજ્ઞો તારણ કાઢી રહ્યા છે.

જોકે હાલતો અંગે ઘેરૂ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જો નવા ચહેરાને સ્થાન અપાશે તો નવા ચહેરા કોણ હશે કે હોઇ શકે તે વિષે પણ રાજકીય પંડિતોએ ગણતરી શરૂ કરી દીધી છે. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન શાસક પક્ષના નેતા પુનીતભાઇ શર્મા અને દંડક મિનાબેન મકવાણાની 1 વર્ષની અવધિ 31 જૂલાઇના રોજ પૂરી થાય છે. ત્યારે બન્ને પદ માટે કોણ રેસમાં છે કોની પર ભાજપ મોવડી મંડળ પસંદગીનો કળશ ઢોળી શકે છે અને શું કોઇ નારાજ કોર્પોરેટરોને મનાવવા કે પછી આંતરીક વિખવાદ અને અસંતોષનો જવાળામુખી ભવિષ્યની જેમ ફરી જાહેરમાં ફાટી નિકળે તે માટે સંભવિત ડેમેજ કન્ટ્રોલની કામગીરી કરવામાં આવશે કેમ તે અંગે અનેક ચર્ચાઓ હાલમાં થઇ રહી છે.

શાસક અને દંડક પદ માટે અત્યારથી હરીફાઇ શરૂ થઇ ગઇ છે. કેટલાક ભાજપના કોર્પોરેટરોએતો ગાંધીનગર સુધી સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...