તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ઓડિયો કોન્ફરન્સનો પ્રારંભ

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ઓડિયો કોન્ફરન્સનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ|જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન અને આફપ્રોના સંયુકત ઉપક્રમે કુલપતિ ડો.એ.આર.પાઠકના માર્ગદર્શન હેઠળ ગામડાના ખેડુતો સાથે લાઇવ ઓડિયો કોન્ફરન્સ શરૂ કરવામાં આવી છે. જેમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ ખોડિયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અનાજ, મીઠાઇ વિતરણ કરવામાં આવશે
જૂનાગઢ| જૂનાગઢ ખોડિયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ તા.7 ઓકટોબરને રવિવારના રોજ સવારે 11 કલાકે દુબડી પ્લોટ, કામદાર સોસાયટી, જમનાકુંજ ખાતે સર્વ જ્ઞાતિના જરૂરીયાતમંદ પરિવારોને અનાજ વિતરણ તેમજ દશેરાના દિવસે મીઠાઇ વિતરણ કરવામાં આવશે. આ તકે વીણાબેન પંડ્યા, અંકિતાબેન સોની, શૈલેષભાઇ પંડ્યા, ઇશાબેન ટાંક, હરસુખભાઇ પાલા, દિપકભાઇ આર્ય, બિપીનભાઇ સોઢા, લલીતભાઇ નાંઢા, જયોત્સનાબેન ટાંક, જીતુભાઇ ટાકોદ્રા, હિનાબેન વિરડા, રમેશભાઇ શેઠ, ભરતભાઇ વાંક, ચંદુભાઇ લોઢીયા, કુમુદબેન ઠાકર, જયશ્રીબેન વેકરીયા, જાગૃતિબેન ખારોડ, કિરણબેન સોલંકી, નિલેશભાઇ માળી, રાજયભાઇ ઠાકર, રેખાબેન સ્વાદીયા સહિતના હાજર રહેશે તેમ પ્રમુખ નરેન્દ્રભાઇ ઘુચલાએ જણાવ્યું છે.

જૂનાગઢની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિવિધ રોગનો ફ્રિ નિદાન કેમ્પ યોજાશે
જૂનાગઢ| ગોંડલની ભવતારીણી આરોગ્યનિધી ટ્રસ્ટ અને જૂનાગઢની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે 7 ઓકટોબરનાં સવારે 10 કલાકે રેડક્રોસ હોલ જૂનાગઢ ખાતે વા, સંધિવા, ફરતા વા, ચિકનગુનિયાના દર્દીઓ માટે રાજકોટનાં ડો. ભાવિન ભટ્ટનો ફ્રિ નિદાન કેમ્પ યોજાશે. આ નિદાન કેમ્પનો લાભ લેવા ચેરમેન મહેન્દ્રભાઇ મશરૂએ શહેરીજનોને જણાવ્યું છે.

પસવાડાની સરકારી માધ્યમિક શાળાનાં છાત્રો ગોળાફેંક, ઉંચી કુદ સ્પર્ધામાં અવ્વલ રહયાં
ભેંસાણ | ભેંસાણનાં પસવાડા ગામની સરકારી માધ્યમિક શાળાનાં છાત્રોએ જિલ્લા કક્ષાનાં ખેલ મહાકુંભ અંતર્ગત ચાંપરડા ખાતે યોજાયેલી ગોળાફેંક, ઉંચીકુદ સહિતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ભાટી જયદીપ, ગોહીલ નેહલ, ભાટી ક્રિષ્ના, ભાટી જયદિપસિંહ અવ્વલ રહયાં હતાં. જે હવે રાજયકક્ષાએ રમવા માટે જશે. તેમની આ સિધ્ધીને મધુસુદનભાઇ, રાયચુરા દર્શનભાઇ સહિતનાએ બીરદાવી હતી.

ચોકલી પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિની ઉજવણી કરાઇ
જૂનાગઢ| જૂનાગઢની ચોકલી પ્રાથમિક શાળા ખાતે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિતે ચિત્રકલા, કાવ્ય લેખન, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 થી 3 નંબર મેળવનારને રોકડ પુરસ્કાર અને પ્રમાણ પત્ર આપી સન્માનીત કરાયા હતા. આ તકે શાળાના આચાર્ય પ્રતિક્ષાબેન જોષી, સી.આર.સી.ના ઝંખનાબેન પંડ્યા, બી.આર.પી.ના અવનીબેન ભટ્ટ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ચોકલી પ્રાથમિક શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

ગાંધી જયંતિ નિમિતે ઉપરકોટની સફાઇ કરાઇ
જૂનાગઢ| જૂનાગઢ નહેરૂ યુવા કેન્દ્ર તથા સમર્પણ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઉપરકોટની સફાઇ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઇ હતી અને સ્વચ્છતાના શપથ લીધા હતા તેમ સમર્પણ મહિલા મંડળના મંત્રી મિતલબેન બગીયાએ જણાવ્યું છે.

ઉત્તરાખંડ ખાતેની રોક કલાઇમ્બિંગ ટ્રેનીંગમાં ગોધાણી કોલેજની બે વિદ્યાર્થીનીએ ભાગ લીધો
જૂનાગઢ| તાજેતરમાં પોરી ઉત્તરાખંડ ખાતે અોલ ઇન્ડિયા આર.સી.ટી.સી. રોક કલાઇમ્બિંગ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.એચ.ગોધાણી મહિલા કોલેજમાંથી મારડિયા રેહાનાબેન થતા વાઘેલા લલિતાબેને ભાગ લીધો હતો. આ કેમ્પમાં વાઘેલા લલિતાબેને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર અને દેશમાં દ્વિતીય નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સિધ્ધી બદલ સંસ્થાના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયા, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલિબેન ગોધાણી, શિક્ષણ નિયામક વોરા, પ્રિન્સીપાલ ડો.જે.એ.સૌજિત્રા તથા કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

શહેરમાં રામી માળી જ્ઞાતિના કારોબારી સભ્યોની બેઠક મળી
જૂનાગઢ| જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલી રામી માળી જ્ઞાતિની વંડી ખાતે રામી માળી જ્ઞાતિના કારોબારી સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિની વંડીના રિનોવેશન માટેની ચર્ચા કરાઇ હતી. આ તકે પ્રમુખ અશ્વીનભાઇ પરમાર, ઉપપ્રમુખ નટુભાઇ મકવાણા, મંત્રી અમિતભાઇ રાતપિયા, કારોબારી સભ્ય જેન્તીભાઇ જીંજુવાડીયા, બીપીનભાઇ મીઠાપરા, ભરતભાઇ રાતપિયા સહિતના હાજર રહ્યા હતા તેમ મંત્રી અમિતભાઇ રાતપિયાએ જણાવ્યું છે.

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં દ્રિતીય યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવશે
જૂનાગઢ|શહેરની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 8 ઓકટોબર 2018 નાં દ્રિતીય યુવક મહોત્સવ \\\" અવસર-2018\\\' નું નોબલ ઇન્સ્ટીટયુટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકૃતત્વ સ્પર્ધા જેમાં ગાંધીજીનાં સ્વપ્નનુ ભારત, સ્વરાજ વિભાવના અને સ્વચ્છ ભારત મિશન તેમજ ડીબેટનાં વિષયોમાં રાષ્ટ્રનો વિકાસ ગાંધી માર્ગ થઇ શકશે ? માનવી શ્રૈય પશ્ચિમીકરણ કે ભારતીય સંસ્કૃતિ ? સ્ત્રીસશક્તિકરણ : આવશ્યક અનાવશ્યક ઉપર ચર્ચા કરવામાં આવશે.

સાંપ્રત એજ્યુ.માં વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી
જૂનાગઢ| જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે 6 ઓકટોબર વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ બાળકોએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી ચિત્રો બનાવી રંગ પૂરણી કરી હતી. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમારે સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગતા વિશે માહિતી આપી હતી. આ તકે સમાજ સુરક્ષા કચેરીના અધિકારી રીંકલબેન ભાલાળા, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી રમેશભાઇ મહિડા હાજર રહ્યા હતા.

જૂનાગઢ શહેરમાં અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે વિદ્યા કેરીયર કલાસીસનું આયોજન
જૂનાગઢ| જૂનાગઢ વિદ્યા કેરીયર કલાસીસ દ્વારા ફકત અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે તા.2 ઓકટોબરથી સવારે 10 થી 12, તલાટીમંત્રી, કલાર્ક, મુખ્ય સેવિકાનો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા રોજગાર અધિકારી ધોળકીયા, જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ગૌરાંગભાઇ પરમાર તેમજ ચુડાસમાએ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં જી.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી પી.આઇ. તરીકે પસંદગી પામેલ અનુ.જાતિના કાજલબેન મકવાણાના સન્માન સમારોહ આઝાદ ચોક ખાતે અનુ.જાતિના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં સેમિનારમાં ભાગ લીધો હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગેશભાઇ રાજાભાઇ ચાવડા, વિનોદભાઇ જોષી તથા કેતનભાઇ ગોહીલે જહેમત ઉઠાવી હતી.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

જૂનાગઢ શહેર માટે

jndbhaskar@gmail.com

9426487252 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

દિવ્ય ભાસ્કર ઓફિસ : પ્લોટ નં.106, જીઆઇડીસી-1, ઇગલ મંદિરની સામે, એસબીઆઇની શેરી, દોલતપરા જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...