• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મોદી CM હતા ત્યારે 32 વખત અને PM બન્યા બાદ બીજી વખત આવશે જૂનાગઢ

મોદી CM હતા ત્યારે 32 વખત અને PM બન્યા બાદ બીજી વખત આવશે જૂનાગઢ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવે એટલે કહે કે મારે અને જૂનાગઢને નાતો છે. નરસિંહ મહેતાએ તેમની પુત્રી વડનગરમાં પરણાવી હતી અને હું વડનગરનો છું. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા બાદ ચૂંટણી પ્રચાર અને વિવિધ કામોનાં લોકાર્પણ, ઉદ્ધાટન માટે વારંવાર જૂનાગઢ આવવાનું થયું હતું. નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી હતાં ત્યારે 32 વખત જૂનાગઢ આવ્યાં હતાં અને વડાપ્રધાન બન્યા બાદ ગત વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર માટે આવ્યાં હતાં. હવે આગામી 20 જુલાઇનાં ફરી જૂનાગઢ આવી રહ્યાં છે. વડાપ્રધાન બન્યા બાદ તેમનો જૂનાગઢમાં આ બીજો પ્રવાસ હશે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં પ્રવાસને લઇ તંત્ર દોડતું થઇ ગયું છે. વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીને લઇ કલેકટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. વડાપ્રધાન 20 જુલાઇનાં બપોરે 2:30 થી 3:30 કૃષિ યુનિવર્સિટીમાં જાહેરસભાને સંબોધશે. તેમજ અહીં સિવીલ હોસ્પિટલનાં મેડિકલ કોલેજનાં નવા ભવનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મનપાનાં 39 કરોડનાં વિકાસનાં કામોનું પણ ખાતમુહૂર્ત કરશે. જોકે જૂનાગઢ સિવીલ હોસ્પિટલની સ્થિતી કથળી રહી છે. ટૂંકા સમયમાં જ હોસ્પિટલનો વહિવટ ખાડે ગયો છે. નરેન્દ્ર મોદીનાં આગમન પહેલા તે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...