• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરાઇ

50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંયુકત ઉપક્રમે પ્લાસ્ટિક ઉત્પાદન અને વપરાશ અંગે માહિતી આપતો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. શહેરના કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ હોલમાં યોજાયેલ વર્કશોપમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇજનેર હર્શિત પટેલે ઉપસ્થિત પ્લાસ્ટિકના ઉત્પાદકો, વેપારીઓ અને વપરાશકર્તાઓને 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેંચાણથી પર્યાવરણને થતા નુકસાન અંગે માહિતી આપી તેનું ઉત્પાદન અને ઉપયોગ ન કરવા અપીલ કરી હતી. જયારે કમિશ્નર પ્રકાશ સોલંકી, મેયર આદ્યાશકિતબેન મજમુદાર,આસિ. કમિશ્નર જયેશભાઇ વાજાએ 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને અનુરોધ કર્યો હતો. આ તકે વેપારી એસો.ના વાઇસ ચેરમેન મનહરભાઇ સુચક, સુરેશભાઇ રાજા, પ્રકાશભાઇ અાહુજા તેમજ મનપાના હાજાભાઇ ચુડાસમા, આર.એસ. ડાંગર, રાજુભાઇ ત્રિવેદી,હિતેષ પરમાર સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...