• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરમાં સિનીયર સિટીઝન મંડળે નાટક રજૂ કર્યા

જૂનાગઢ શહેરમાં સિનીયર સિટીઝન મંડળે નાટક રજૂ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા યુવાનોને સરમાવે તેવી અનેક પ્રવૃતિઓ કરે છે. જીવનની ઢળતી સંધ્યાએ સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિઅો કરીને મંડળના સભ્યો એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે. સિનિયર સિટીઝન મંડળના 60 વર્ષ ઉપરના સભ્યો દ્વારા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં નાટયકાર રમેશભાઇ મહેતા, ચંદ્રિકાબેન મહેતા, હિમેનભાઇ ધોળકિયા, દીક્ષિતભાઇ બક્ષી, અરવિંદભાઇ પંડ્યાએ અભિનયના કરી હતી. બન્ને નાટકોનું સફળ સંચાલન સંજયભાઇ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ નાટક જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં. નાટકના તમામ કલાકારોનું પ્રમુખ માકડભાઇ, સીડાભાઇ તથા જાલાવડીયાના હસ્ત કરવામાં આવ્યું હતું તેમ જીજ્ઞેશભાઇ મહેતાએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...